Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સ્વાસ્થય માટે ગુણાકારી જીતેલાની ધુમ આવકઃ

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેર અને તાલુકામાં ચોમાસાની સીઝન ચારે ચાર માસ સારી જતા શહેરમાં જીતેલાની આવક વધુ માત્રામાં જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને શહેરમાં નળ કાંઠા વિસ્તારમાં આવેલા ગામો જેવાકે જાંબુ ગામ રડોલ ગામ એવા અનેક લીંબડી તાલુકાના નળ કાંઠા વિસ્તારના ગામોમાંથી મજૂર વર્ગના લોકો મોટી મોટી ભરાઈ રહેતી પાણીની ખાટા માંથી જીતેલા નામના એક ફળ કાઢીને ચુડલો ભરીને શહેરના જાહેર માર્ગો ઉપર જીતેલા વેચવા માટે બેસી જાય છે ત્યારે જીતેલા માં પણ બે પ્રકારના જીતેલા ખાતા હોય છે ત્યારે એક જીતેલું તેલિયુ જયારે બીજું જીતેલું ઘી યુ નામનું ઉત્પન્ન થાય છે કયારે તેલીયા જીતેલા માં તેલ નો સ્વાદ અને શિયાળામાં ઘી નો સ્વાદ માણતા હોય એવું જીતેલ ખાતા લાગે છે આર્યુવેદિક રીતે જીતેલું સ્વાસ્થ્ય માટે બહુ જ સારું અને ગુણકારી ગણાવાય છે ત્યારે સસ્તા અને સારા પ્રકારના જીતેલા હાલમાં સુરેન્દ્રનગર શહેરની માર્કેટમાં જોવા મળી રહ્યા છે તે તસ્વીર

(11:58 am IST)
  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST

  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST