Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જૂનાગઢમાં પોલીસ જમાદાર પિતા પુત્રનો યુવાન પર લાકડીથી હુમલો

આડેધડ માર મારી ધમકી પણ આપી

જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢમાં પોલીસ જમાદાર પિતા-પુત્રએ યુવાનને લાકડી વડે આડેધડ માર મારી લોહીલોહાણ કરી મુકી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જાુનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતો અલ્પેશ રાજુભાઇ હુંબલ (ઉ.૩૦) નામનો યુવાન તા.૧૧ ની રાત્રે તેના મિત્રો સાથે ઉમિયા પાનની દુકાને બેઠો હતો.

ત્યારે મધુરમની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા પોલીસ જમાદાર સાદીકભાઇ નાગોરીનો પુત્ર વસીમે દારૂ પીધેલ હાલતમાં આવી અલ્પેશને ગાળો દઇ તેની સાથે ઝઘડો કર્યો હતો.

બાદમાં વસીમ તેના પિતા સાદીકભાઇ સાથે કારમાં આવી વસીમે અલ્પેશ હુંબલને પકડી રાખી સાદીકભાઇએ અલ્પેશને પોલીસની સરકારી લાકડીથી આડેધડ માર મારી ગંભીર  પ્રકારની ઇજા પહોંચાડી હતી.

આ પછી પિતા-પુત્ર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

આ મતલબની યુવકની ફરીયાદ સી ડીવીઝન પોલીસે કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), ર૯૪ (ખ) ૧૧૪ અને ૧૩પ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. ડી.જી. બડવા ચલાવી રહ્યા છે.

(11:58 am IST)
  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST

  • અમદાવાદ કોહીનૂર જૈન શાસનના સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસુરી મ.સા. બપોરે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા : આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે દેવવંદન અને ગુણાનુવાદ સભા access_time 4:51 pm IST