Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોરબીના જાંબુડિયા પાસે દારૂની ૩૬ બોટલ સાથે રણજીત પકડાયો

મોરબીઃ મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાની સુચનાથી તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજાની ટીમના એમ સી જાડેજા, નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, અમિતભાઈ વાંસદડિયા, કિર્તીસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે જાંબુડિયા પાવરહાઉસ પાસેથી આરોપી રણજીત જીલાભાઈ પનારા (ઉ.વ.૨૧) (રહે. કુબેરનગર પાછળ મફતિયાપરા મોરબી-૨) ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ ૧૦,૮૦૦ અને મોટરસાયકલ નં જીજે ૩૬ એમ ૯૧૧૩ કીમત રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૫૦,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(11:53 am IST)