Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ધોરાજી રાજપુત ક્ષત્રિય સમાજનું સ્નેહમિલન યોજાયું

ધોરાજી :  આ પ્રસંગે તમારો ને ખુલ્લો મુકતા પ્રમુખશ્રી પ્રવીણસિંહ નટુભા જાડેજા એ જણાવેલ કે રાજપૂત ક્ષત્રિય સમાજ હંમેશા એક રહ્યો છે અને એક રહેશે ત્યારે કોઈપણ સંજોગોમાં આપણે અત્યારે ભેગા થઇ જવાની હાકલ કરી હતી અને આપણા વિદ્યાર્થીઓઙ્ગ એજયુકેશન ક્ષેત્રે આગળ વધે અને જે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।માં ભાગ લીધો છે તેઓને અભિનંદન પાઠવ્યા હતા. જામકંડોરણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રતિપાલસિંહ હરુભા જાડેજા એ જણાવેલ કે રાજપૂત સમાજ હંમેશા દેશભકત રહ્યો છું .ત્યારે આજ નો સમય એજયુકેશન ક્ષેત્રમાં આગળ વધવાનો છે અન્ય સમાજ જે પ્રકારે એજયુકેશન ક્ષેત્રમાં આગળ વધે છે એનાથી પણ વિશેષ આપણો સમાજ આગળ વધે એ માટે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોતાની કલા દર્શાવવા બદલ અને એજયુકેશન ક્ષેત્રે વધુ આગળ વધે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળાએ શહીદ ભગવતસિંહજીની પાદ્યડી પહેરી પોતાની ખમીશા દર્શાવતા જણાવેલ કે અન્યાયની સામે હું રહ્યો છું અને હજુ અન્યાયની સામે હું લડતો રહીશ કયારે સમાજની જયારે જરૂર પડે ત્યારે હું સમાજની સાથે છું પણ સમાજ પણ મારી સાથે રહે એ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે સમાજના અગ્રણી સંસ્થાના ઉપપ્રમુખ રણજીતસિંહ દિલુભા જાડેજા હરપાલસિંહ નિર્મલ સિંહ જાડેજા હરપાલસિંહ રણજીત સિંહ ચુડાસમા ગંભીરસિંહ મોહબ્બતસિંહ વાળા મહાવીરસિંહ અજીતસિંહ વાદ્યેલા દશરથસિંહ હઈસુભા ઝાલાઙ્ગ પુષ્પાદીપસિંહઙ્ગ સુખદેવસિંહ ગોહિલ રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા ક્રિપાલસિંહ નટુભા જાડેજા પ્રતાપસિંહ જામભા રાણા દેવદત્ત્।સિંહ નટુભા સોલંકી અશોકસિંહ ગુલાબસિંહ જાડેજા સુખદેવસિંહ ટપુભા ગોહિલ દ્યનશ્યામસિંહ મનુભા જાડેજા ભરતસિંહ મનહરસિંહ પરમાર કિરીટસિંહ મહેન્દ્રસિંહ વાઢેર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું વકતવ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનો સન્માન કર્યું હતું.આ સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના બાળકોએ પણ પોતાની રાજપૂત ક્ષત્રિય ની શકિત બતાવી પોતાની અનેક કલાઓ જાહેરમાં રજુ કરી હતી અને નાના-નાના ભૂલકાઓ પણ તલવાર બાજી તેમજ ૧૨ વર્ષની નાની બાળાઓ પહેલા ક્ષત્રિય સમાજ કેવો હતો અને અત્યારે કેવો છે જય અંગે રજવાડા ની જૂની વાતો હિન્દીમાં પ્રવચન આપી લોકોના દિલ જીતી લીધા હતા.ઙ્ગધોરાજી ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનો એ પરંપરાગત પોશાક અને પાદ્યડી પહેરીઙ્ગ બીપીઙ્ગ ભાવનગર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(11:50 am IST)