Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જામજોધપુરમાં ભુગર્ભ ગટરના અધૂરા કામ : છલકાતા ગંદા પાણી : રોગચાળો

જામજોધપુર તા.૧૩ : અમુક વિસ્તારમાં ભુગર્ભ ગટરના કામ અધૂરા રહેવાથી ગટરના ગંદા પાણીથી માખી મચ્છરોનો ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ, મેલેરીયા જેવી બિમારીનો ભય ઉભો થયો છે.

ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ મેલેરીયા જેવો રોગચાળો વકરવાની શકયતા દેખાય છે. અમુક જૂના વિસ્તારમાં ભુગર્ભ ગટરના કામ શરૂ પણ કરાયા નથી જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પગલા લેવા માંગ ઉઠી છે.

(11:48 am IST)