Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જોડિયા તાલુકામાં ખેડૂતોને કપાસ મગફળીનું મળવાપાત્ર વળતર ચુકવાતુ નથી

જોડીયા તા.૧૩ : તાલુકામાં વિમા કંપની દ્વારા તા.૩૧-૭ પહેલા દરેક ગામમાં સર્વે કરવામાં આવ્યુ હતુ. જે સર્વે દરમિયાન ગ્રામ સેવક વીમા કંપનીના અધિકારી દ્વારા નકકી કરવામાં આવેલ કે મગફળી તથા કપાસ પાકને વાવણી મર્યાદીત સમયમાં થયેલ ન હોય તો વિમા પોલીસી સરન્ડર કરો. કપાસ તથા મગફળી પાકનું ૨૫% નુકશાનીનુ વળતર મળવા પાત્ર છે. ત્યારબાદ પોલીસી પુરી ગણાશે. વારંવાર વીમા કંપનીઓથી થતી છેતરપીંડીથી ખેડૂતોએ ૨૫% નુકશાનીનુ વળતર લઇ લેવા સહમતી દર્શાવી હતી.

આ નુકશાનીનું વળતર દિવાળી પહેલા મળી જશે તેવુ જણાવાયુ હતુ પરંતુ હજુ સુધી આ વિમા કંપની દ્વારા ખેડૂતોને કપાસ તથા મગફળી પાકના મળવાપાત્ર ૨૫% નુકશાનીનુ વળતર ચુકવેલ નથી. વરસાદ મોડો થવાને લીધે વાવણી નિષ્ફળ ગઇ હતી. જેમા તેમના ખાતર, બિયારણ, જમીનની ખેડ, ખર્ચનુ નુકશાન ભોગવેલુ, સાથે સાથે ગયા વર્ષ દરમિયાન જોડીયા તાલુકાના અપુરતા ચુકવેલ વિમાને કારણે કુટુંબના ભરણપોષણ કરવા જેવી વિકટ પરિસ્થિતિમાં સરકારશ્રી તથા વિમા કંપનીને રજૂઆત કરવામાં આવી છે.

(11:47 am IST)