Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પોરબંદરના રેલવે અને બંદર સહિત વિકાસ પ્રશ્ને રમેશભાઇ ધડુક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

પોરબંદર, તા. ૧૩ :  સાંસદ રમેશભાઇ ધડુકે  નગરપાલિકાના કથળેલા વહીવટ સંબંધે  ભ્રષ્ટાચાર સંબંધે સરકારમાં રજૂઆત કરી છે.  કરીને ટી.પી. સ્કીમ, બાંધકામ જે અનઅધિકૃત થયા છે. સી.આર.ઝેડનો પર્યાવરણનો ઉઘાડેધોગે ભંગ થયેલ છે  મર્યાદા બહાર બાંધકામના નિયમ વિરૂદ્ધ પરવાનગી તે સંદર્ભે તેમણે રજૂઆત કરેલ છે.

સને ૧૯૭૮માં પોરબંદર બારમાસી બંદર તરીકે કાર્યરત થયેલ. સને ૧૯૮૬માં ગેઇજ પરિવર્તન કરવાનું હોય જેથી પોરબંદર બંદરની આવકનું હૃદય ગણાતી હાર્બર ડોકટ્રેન બંધ કરવામાં આવતા લાંબા સમયથી આ ટ્રેન બંધ થતાં જી.એમ.બી. તેમજ સરકારને મોટી આવક ગુમાવવી પડે છે જે તે સમયે જીલ્લા કલેકટર બી.એચ. ઘોડાસરાએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી રેલ્વે ટ્રેક પર થયેલ દબાણ હટાવવા જાહેરનામુ પ્રસિદ્ધ થયેલ જે અમલમાં જુના અને નવા હાર્બર બંદરના ટ્રેક પર મોટે પાયે પેશકદમી દબાણ થયેલ છે ઉભુ છે. કાનૂની પ્રક્રિયા બાદ પણ હજુ રાજકીય દખલગીરી દબાણ હટાવવાની કામગીરીમાં થવા દેતા નથી.  ૬ વર્ષ પહેલા રેલ્વે બોર્ડ જીએમ.બી.ના ફાળાની રકમ સહિત રૂ. ર૦ કરોડ ૧૮ લાખ વધારાના મોંઘવારી ભાવફેર ૬-૧/૪ ખર્ચ મંજૂર કરેલ છે છ વર્ષ થયા કામગીરી અટકી પડી છે. પોરબંદરનો જળવહેવાર ૧૦૩૦ જુનો છે. જેની આવક પર પોરબંદરનો વિકાસ અવલંબે આ સ઼બંધે સાંસદ રમેશભાઇ ધડુકે સરકારમાં તેમજ રેલ્વે બોર્ડમાં જોરદાર રજૂઆત કરેલ છે.

ભાવનગર રેલ્વે ડીવીઝનમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમજ ભકત સુદામાની જન્મભૂમિ હોવા છતાં પોરબંદરમાં પેસેન્જર ટ્રેનનો લાભ મળતો નથી. ઓરમાયું વર્તન રખાય છે કેટલીક ટ્રેનો મંજૂર થયેલ હોવા છતાં વહેવારમાં કાર્યરત નથી, તેમાં પણ રાજકારણ છે. હાલ પણ પોરબંદરને જે લાંબા અંતરની ટ્રેનો મળેલ છે તેમાં પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયા, સ્વ. સાંસદ વિઠલભાઇ રાદડીયા વિરોધ પક્ષના પૂર્વ નેતા (કોંગ્રેસ) જી.પી.સી.સી. પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ સેક્રેટરી-અહેમદ પટેલે ભાવનગર ડીવીઝનના પૂર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય, કાર્યદક્ષતા ધ્યાને લઇ પોતાના પ્રતિનિધિ તરીકે હેમેન્દ્રકુમાર પારેખની સને ર૦૦૩થી નિયુકતી ક્રમશઃ કરાવતા અને ડીવીઝનમાં હેડ ઓફીસ ચર્ચગેટ, રેલ્વે મંત્રાલય, રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનશ્રી સમક્ષ અભ્યાસ પૂર્ણ પત્ર વહેવારથી રજુઆત કરાતા તેમજ સ્થાનિક રેલવે સત્તાવાળાઓનો સહકાર મળતા લાંબા અંતરની ટ્રેન દોડે છે. સને ર૦૦૩ તા. ૧-૪-ર૦૦૩ એપ્રીલે રાજકોટ-ભુજ ડેમુ ટ્રેન બંધ કરાતા તેમને બંધની કરવા પોરબંદરથી દોડાવવા માંગણી કરેલ ત્યાર બાદ સર્વે થયેલ  છે.

આ ઉપરાંત સને ૧૯૮૩માં ફલ્ડમાં બંધ કરાયેલ સરાડીયા જુનાગઢ સરાડીયા કોઇપણ જાતના પ્રકારની જાહેરાત વિના ટ્રેન બંધ કરવામાં આવેલ તેની સફળ રજૂઆત થતાં આખરે ભાવનગર ડીવીઝન-રેલ્વે બોર્ડ આ ટ્રેઇક પુનઃ શરૂ કરવા જાહેરાત કરેલ તેમાં સાંસદ સભ્ય સ્વ. વિઠલભાઇ રાદડીયા, હાલ ગુજરાતના સરકારના એક સમયના કોંગ્રેસના ધારાસભ્યશ્રી  અને ભાજપ સરકારના મંત્રી જવાહરભાઇ ચાવડા તથા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ મેન્યુઅલ  હુકમ કરાવેલ હોવા છતાં આ ટ્રેઇક શરૂ કરવામાં આવેલ નથી.

(11:43 am IST)
  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • અમદાવાદ કોહીનૂર જૈન શાસનના સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસુરી મ.સા. બપોરે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા : આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે દેવવંદન અને ગુણાનુવાદ સભા access_time 4:51 pm IST

  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST