Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમરેલીના બાબરામાં કમોસમી વરસાદ : ખેડૂતોમાં ચિંતામાં વધારો

અમરેલી જિલ્લાના બાબરામાં પણ કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એકબાજુ ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં નુકસાની ભોગવી રહ્યાં છે તો ફરી કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વધુ નુકસાન સહન કરવું પડશે.

 

(12:41 am IST)
  • બે મહિના પહેલાના અપહરણ-બળાત્કાર-પોકસોના આરોપીને રાજકોટ તાલુકા પોલીસ ઓરિસ્સાના બદુંગીયા જંગલ નકસલી વિસ્તારમાંથી ૧૦ દિવસની દોડધામને અંતે ઝડપી લાવીઃ નાના મવા રોડ પર કડીયા કામની સાઇટ પર રહેતો ગુલશન નામના શખ્સે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતોઃ એ પછી ફરાર થઇ ગયો હતોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી. એસ. વણઝારાની ટીમે કામગીરી કરીઃ બપોરે વિગતો અપાશે access_time 11:35 am IST

  • BSNL VRS સ્કીમઃ દેશભરમાં ૭પ૪૬૯ એ અરજી કરીઃ રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૮પ૦ કર્મચારી-અધિકારીઓમાંથી ૪૧૯ દ્વારા અરજી કરાઇ : BSNL ની VRS સ્કીમમાં દોટ મુકતા કર્મચારીઓ તથા હાઇલેવલ અધિકારીઓઃ દેશભરમાં ૭પ૪૬૯ દ્વારા અરજી રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૮પ૦ માંથી ૧પ હાઇ લેવલ અધિકારી-આસી. અધિકારી-કર્મચારીઓ સહિત કુલ ૪૧૯ દ્વારા અરજીઓ કરાઇઃ ધડાધડ સ્કીમનો અમલ... access_time 3:42 pm IST

  • રાજયના પપ હજાર વીજ કર્મચારીઓ-અધિકારીઓની કાલની માસ સીએલ મુલત્વી રહે તેવી શકયતા ઉર્જા મંત્રીએ કમીટીને કાલે મંત્રણા માટે બોલાવી....: સાતમા પગાર પંચ-સ્ટાફની ઘટ-એરીયર્સ સહિતના પોણો ડઝન મુદા અંગે પપ હજાર વીજ કર્મચારીઓ-ઇજનેરોના આંદોલન સંદર્ભે જોઇન્ટ કમીટીને કાલે સવારે ૧૧ વાગ્યે મંત્રણા માટે બોલાવતા ઉર્જા મંત્રીઃ મીટીંગ સંદર્ભે કાલની માસ સીએલનો કાર્યક્રમ મુલત્વી રહેવાની શકયતાઃ આજે બપોરે મીટીંગ access_time 11:35 am IST