Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વાડીમાં જુવાર-કપાસની આડમાં ગાંજાનું પણ મોટા પાયે વાવેતર : ભાવનગર પોલીસે 317 કિલો ગાંજા સાથે આરોપીને ઝડપી લીધો

ગાંજાના 405 છોડ વાવ્યા હતા :આશરે 16 લાખ નો મુદામાલ જપ્ત

ભાવનગર પોલીસે બાતમીને આધારે 317 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી સંજય પાંડર તેની વાડીમાં જુવાર-કપાસની આડમાં ગાંજાનું પણ મોટા પાયે વાવેતર કરે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરી વાડીમાં આરોપીએ જુવાર કપાસના વાવેતરની વચ્ચે ગાંજાના 405 છોડ વાવ્યા હતા જેની કુલ કિંમત આશરે 16 લાખ જેટલી થાય છે. પોલીસે આરોપી સંજયની હાલ ધરપકડ કરી છે..અને તેની સામે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:40 am IST)