Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જામનગરના રણજીતસાગર રોડ પર ફાયરિંગ : એક્સ આર્મીમેન દ્વારા દીવાન પર ફાયરિંગ :એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા

જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં આજે રાત્રીના સમયે એક ખાનગી ફાયરીંગની ઘટના સામે આવતા એસ.પી.સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પટેલપાર્ક નજીકના ઘટનાસ્થળે દોડી ગયા હતા

ઘટનામાં દીવાન નામના વ્યક્તિને ઇજાઓ પહોચતા હાલ તેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ઘટનામાં રિવોલ્વર દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે કે એરગન દ્વારા ઉપરાંત ક્યા કારણોસર અને કોના દ્વારા વ્યક્તિ પર ફાયરીંગ કરવામાં આવ્યું છે તે તમામ બાબતો પોલીસની તપાસ બાદ સ્પષ્ટ થશે. જો  કે ઘટનાસ્થળ પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે એક્સઆર્મીમેન દ્વારા દીવાન પર ફાયરીંગ કરવામાં આવ્યું છે.

(11:17 pm IST)
  • રાજયના પપ હજાર વીજ કર્મચારીઓ-અધિકારીઓની કાલની માસ સીએલ મુલત્વી રહે તેવી શકયતા ઉર્જા મંત્રીએ કમીટીને કાલે મંત્રણા માટે બોલાવી....: સાતમા પગાર પંચ-સ્ટાફની ઘટ-એરીયર્સ સહિતના પોણો ડઝન મુદા અંગે પપ હજાર વીજ કર્મચારીઓ-ઇજનેરોના આંદોલન સંદર્ભે જોઇન્ટ કમીટીને કાલે સવારે ૧૧ વાગ્યે મંત્રણા માટે બોલાવતા ઉર્જા મંત્રીઃ મીટીંગ સંદર્ભે કાલની માસ સીએલનો કાર્યક્રમ મુલત્વી રહેવાની શકયતાઃ આજે બપોરે મીટીંગ access_time 11:35 am IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST