Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સુરેન્દ્રનગરના સરા પાસે અકસ્માતમાં ભાવનગરના ૫ દર્શનાર્થીઓને ઇજા

 વઢવાણ તા. ૧૩ : માટેલ માતાજીના દર્શન કરી સરા મેલડીમાતાજીના દર્શનાર્થે આવેલ ભાવનગર ગામના પાંચ યુવાનો દર્શન કરી સાળગપર દર્શનાર્થે શટલરિક્ષા નં.GJ.I. BZ 8375 લઇ જતા હતા ત્યારેઙ્ગ પુરપાટ વેગે આવતા બોલેરોકાર નં GJ.3 CE. 9554 એ શટરરિક્ષાને જોરદાર ટકકર મારતા શટરરિક્ષાને ગુલાટલાગતા રસ્તાપરથી ખાડામા ફસડાઇ હતી બનાવની જાણ થતા હકીભાઇ શુકલ વિરેન્દ્રસિહ ઝાલા સહીત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયેલ હતા.

શટરરિક્ષામા બેઠેલા ઇજાગ્રસ્તો (૧) હિમતભાઇ નરશીભાઇ વાઘેલા ( ૨) પ્રકાશભાઇ ભરતભાઇ ગોહિલ (૩) હરીભાઇ કાંતિભાઇ મકવાણા(૪) હાર્દિકભાઇ જગાભાઇ બારૈયા (૫) નરેશ નરશીભાઇ વાધેલાને માથા અને હાથ પગમા ગંભીર ઇજા થતા તેમને સરા સરકારી દવાખાને ખસેડતા તબીબ ડો. વણોલે ઇજાગ્રસ્તોને સારવાર કરી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડેલ હતા.

(3:57 pm IST)