Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ખંભાળીયામાં ૫૦ જેટલી સંસ્થાઓ દ્વારા હકુભા જાડેજાનું ભવ્ય સન્માન

ખંભાળીયા, તા. ૧૩ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહેવાસી તથા જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા (હકુભા) જાડેજાનું રાજપૂત સમાજ ખંભાળીયા દ્વારા સન્માન થવાનુ હોય આ કાર્યક્રમમાં આખુ ખંભાળિયા જોડાયું હોય તેમ ગઈકાલે ૫૦ જેટલી વિવિધ સંસ્થાઓ તથા જ્ઞાતિ મંડળો દ્વારા અતિ ભવ્ય રીતે ઠેર ઠેર હકુભા જાડેજાનું સન્માન કરાયું હતું. જેમા મોટી જનમેદની સાથે હૈયામાં આનંદથી અગ્રણીઓ ઉમટયા હતા.

શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ, વેપારી મંડળો, વિવિધ જ્ઞાતિ મંડળોએ ખૂબ જ હોંશથી ખંભાળિયાના વતની ધારાસભ્ય હકુભા જાડેજાનું સન્માન કર્યુ હતું. રેલ્વે સ્ટેશન પાસે આહિર સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયુ હતુ જેમાં આહિર અગ્રણીઓ એભાભાઈ કરમુર (જિ.પં. પૂર્વ સદસ્ય), જીવાભાઈ કનારા (પૂર્વ તા.પં. પ્રમુખ), હિતેશભાઈ, કિશોરભાઈ બેડીયાવારા, ભરતભાઈ ચાવડા, ધ્રાગુભાઈ વિ. જોડાયા હતા. રઘુવંશી સમાજ દ્વારા પણ ભવ્ય રીતે સન્માન કરાયુ હતું. જેમા જ્ઞાતિ અગ્રણીઓ મનુભાઈ સોમૈયા, ધીરેનભાઈ બદિયાણી, રાકેશભાઈ પંચમતિયા, તુલસીભાઈ ભાયાણી, જયેશભાઈ નથવાણી, જગુભાઈ રાયચુરા વિ. જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજ તથા બ્રહ્મ વિકાસ પરિસદના અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોકત રીતે કર્મકાંડી વિદ્વાન ભટ્ટજી તથા જ્યોતિષી સંજયભાઈ થાનકીની ઉપસ્થિતિમાં ચંદન તિલક સાથે મંત્રોચ્ચારથી સન્માન કરાયુ હતુ. જેમાં બ્રહ્મસમાજના ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયા, પ્રમુખ દિનેશભાઈ જોશી, મહામંત્રી નીતિનભાઈ ઠાકર તથા બ્રહ્મઅગ્રણીઓ હિતેશભાઈ આચાર્ય, રાજુભાઈ જોશી, રાજુભાઈ વ્યાસ, મુકેશભાઈ જાની, સુનિલભાઈ બોડા, નવનીતભાઈ બોડા, સુરેશભાઇ ઢાંકી, પંકજભાઇ પેન્ટર, સુધીરભાઇ પંડયા, મહેન્દ્રભાઇ જોશી, કિર્તીભાઇ તરૂ, રાજગોર પ્રમુખ મહેતાભાઇ, ગુગળી પ્રમુખ ઠાકરભાઇ વિ. જોડાયા હતા.

આચાર્ય સંઘ દ્વારા સન્માન કરાયું હતું. જેમાં અધ્યક્ષ હિતેશભાઇ આચાર્ય મહામંત્રી જગમાલભાઇ ભેટારિયા, અગ્રણી હોદેદારો સુધાકરભાઇ ચન્ને, બી.પી. સોનગરી વિ. જોડાયા હતા. રેડક્રોષ સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ મજીઠીયા વિ. દ્વારા સન્માન થયું હતું. તો પાલિકાના તમામ સદસ્યો સ્ટાફ દ્વારા સન્માન થયું હતું. વેપારી મંડળ દ્વારા પ્રમુખ જગુભાઇ રાયચુરા, મીતેશભાઇ દત્તાણી, જયસુખ પીંડારાવારા, વિમલભાઇ દાવડા, વિ. દ્વારા સન્માન થયું હતું. તો સતવારા સમાજ દ્વારા પરંપરાગત પાઘડી સાથે હકુભા જાડેજાનું ભવ્ય સન્માન થયું હતું જેમાં અં.જિ.પં. પ્રમુખ હરિભાઇ નકુમ, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા તથા પાલિકા, પંચાયતસદસ્યો અગ્રણીઓ જોડાયા હતા.

આ ઉપરાંત ખંભાળિયાના પ્રજાપતિ સમાજ, વાલ્મિકી સમાજ, દ્વારકાધીશ પદયાત્રી સેવા સંઘ, રાષ્ટ્રિય સૃજન સંસ્થા, ખંભાળિયા રાજગોર સેવા સમાજ, રીટેલ ગ્રેઇન કિરાણા મર્ચંટ એસોસિએશન, ભરવાડ સમાજ ખંભાળિયા, સમસ્ત વાણંદ સમાજ ખંભાળિયા, રબાર સમાજ ખંભાળિયા, વારાહી ગોૈરક્ષા કલબ ખંભાળિયા, વૈષ્ણવ સાધુ સમાજ ખંભાળિયા,લાયન્સ કલબ ખંભાળિયા, હરિનામ સંકિર્તન મંદિર ટ્રસ્ટ ખંભાળિયા, સમસ્ત સોની સમાજ ખંભાળિયા, બીલીયન ડ્રીમ ગૃપ ખંભાળિયા, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ નૈમીનીબેન મેટારીયા સહિતના મહિલા આગેવાનો દ્વારા શહેર ભાજપ ખંભાળિયા ગઢવી સમાજ ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા, બજરંગદળ ખંભાળિયા, નાગરિક સમિતિ ખંભાળિયા, રામસેતા ખંભાળિયા, એકતા યુવક મંડળ ખંભાળિયા, આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાળિયા, દશનામ ગોસ્વામી સમાજ ખંભાળિયા, સોરઠીયા રાજપૂત સમાજ ખંભાળિયા, મહેશ્વરી મેઘવાળ સમાજ, ખંભાળીયા, વિશ્વકમા ગુર્જર સુથાર પરિવાર ખંભાળીયા, ચારણીયા સેવા સમાજ ખંભાળીયા, સેવ એન્વાયરમેંટ ટ્રસ્ટ ખંભાળીયા, જલારામ સત્સંગ મંડળ ખંભાળીયા, રામાનંદી સાધુ સમાજ ખંભાળીયા, માનવ સેવા સમિતિ ખંભાળીયા, દાઉદી વ્હોરા સમાજ ખંભાળીયા વિ. દ્વારા પણ ભવ્ય સ્વાગત થયું હતું તથા વિકલાંગ કલ્યાણકારી મંડળના પ્રવિણ વાઘેલા પણ જોડાયા હતાં.

વિશાળ સંખ્યામાં નીકળેલી બાઇક રેલીમાં ખુલ્લી જીપ સાથે હકુભા જાડેજાનું સન્માન કરવા માટે રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ, નગર ગેઇટ, શારદા સિનેમા રોડ, બેઠક રોડ પર મેળા જેવો માહોલ જામ્યો હતો. હકુભા સાથે જામનગર દેવભૂમિ જિલ્લા રાજપૂત સમાજ અગ્રણી પી. એસ. જાડેજા તથા રાજપૂત આગેવાનો પણ જોડાયા હતા તથા ઠેરઠેર ફુલહાર, ફટાકડા તથા ઢોલ નગારાથી સ્વાગત થયું હતું.

ધારાસભ્ય હકુભા જાડેજા એ કહયું કે રાજપૂત સમાજ સાથે પ૦ જેટલી સંસ્થા જ્ઞાતિઓ દ્વારા આ મારું અનોખું સન્માન કોઇ રાજકીય નહીં પણ સામાજિક સન્માન છે નાનપણથી જયાં હું મોટો થયો તે ખંભાળીયાના લોકો સંસ્થા, જ્ઞાતિઓ, મંડળો દ્વારા મારા આ સન્માને મને ખુબજ ઉમંગ અને ગૌરવની લાગણી અપાવી છે.

(1:35 pm IST)