Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ચોટીલા હાઇવે ઉપર અકસ્માત

સુરેન્દ્રનગર પાસેના રાજકોટ ચોટીલા હાઈવે નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. ઉલ્લેખનિય છે કે ટ્રકે કારને ટક્કરમારી ત્યારે કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી ૩ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તો ઘાયલોને સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે વડોદરાનો પરિવાર ગોંડલ તરફથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો હાલ તો અકસ્માતને પગલે ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)