Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં લાભ પાંચમના મુહૂર્તે ૧૦ હજાર મણ કપાસની આવક

મોરબી તા. ૧૩ : માર્કેટીંગ યાર્ડમાં લાભ પાંચમના મુહુર્તે ૧૦ હજાર મણ કપાસની આવક થઇ હતી. લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ વેપાર ધંધાના મુર્હત કરતા હોય છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી કામકાજની શરૂઆત કરવામાં આવી છે અને લાભ પાંચમના મુર્હતમાં કપાસની ૧૦,૦૦૦ મણથી વધુની આવક થવા પામી છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા જણાવે છે કે મુહુર્તમાં મોરબી માર્કેટીંગ યાર્ડમાં કપાસની સારી આવક થવા પામી છે અને કામકાજના પ્રારંભે લાભ પાંચમના શુભ અવસરે ૧૦ હજાર મણથી વધુ કપાસની આવક થઇ છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓઓ હડતાલમાં જોડાયા હતા અને ૧૧ દિવસ ચાલેલી હડતાલ લાભ પાંચમના શુભ દિવસે સમેટાઈ છે. રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડિયાએ સરકાર સાથે બેઠક યોજી આ મુદે યોગ્ય કરવાની ખાતરી આપતા હડતાલ સમેટી લેવામાં આવી છે અને હવે ભાવાંતર યોજનાનો લાભ મળે છે કે નહિ તે જોવાનું રહ્યું.

(1:14 pm IST)