Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દિવાળી પર્વ નિમિતે જેતપુર જેસીઝના લોકમેળામાં વૃદ્ધાશ્રમના વડિલો ઝૂમી ઉઠયા

 નવાગઢ તા. ૧૩ : જેતપુર જેસીઝ દ્વારા આયોજીત દિપાવલી ફનફેર (લોકમેળા) ને ગુરૂવારના રોજ જોવા જેતપુર પંથકના વિધાયક જયેસ વિઠલભાઇ રાદડીયાના હસ્તે ખુલ્લી મુકાયો ત્યારે ખાસ મહેમાન તરીકે રાજયના પૂર્વ મંત્રી જસુબેન સવજીભાઇ કોરાટ, જેના હસ્તે જેસીઝની પ્રણાલી મુજબ ધ્વજા રોહણ કરાયુ તેવા યુવા ઉદ્યોગપતી સતીષ કોયાણી તથા શહેરના સાડી ઉદ્યોગના મોટાગળાના યુવા ઉદ્યોગપતિ નીસીત મગનભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકમેળાના મોંઘેરા મહેમાન વૃદ્ધાશ્રમના વડીલો બન્યા હતા જેસીઝના પરમુખ કલ્પેસ પટેલ તથા તેની ટીમ માનવ સેવા એજ પ્રતૃ સેવાના સત્રુને ખરા અર્થમાં સાબીત કરી આ પોતાનાથી તરછોડાયેલા વડીલોને ભારે આગ્રહભેરને માનપૂર્વક લોકમેળામાં લઇ આવ્યા પ્રથમ હરોળમાં બેસાડયા હતા ત્યારે સૌરાષ્ટ્રની ખ્યાતનામ સીંગર બેલડી અનીલ તથા જાગૃતી લાખાણીએ જુના ફીલ્મના ગીતોનો એવો તે દોર શરૂ કર્યોકે વડીલો ઝુમી ઉડયા હતા.

જેતપુર જેસીઝ દ્વારા બસ સ્ટેન્ડ સામે આવેલા જીમખાના મેદાનમાંં છેલ્લા ત્રણ દસકા થયા દીપાવલી ફનફેર (લોકમેળા)નું આયોજન હાથ ધરાયું છે.

લોકમેળાનો સજાવવા જેેસીઝ મીત્રો પોતાની રજાની મજાને પોતાના પરીવારનું દીવાળી ટાણે બલીદાન આપી ખરાઅર્થમાં માનવસેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરેછે તે સર્વત્ર લોકોના શુભ આસીસ મેળવે છે.

(1:09 pm IST)