Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જુનાગઢમાંથી અપહરણ કરીને નાસી છૂટેલા શખ્સો આગ્રાથી ઝડપાયા

જુનાગઢ તા. ૧૩ :.. ડોમીનોઝ પીઝા ભુતનાથ ફાટક પાસેથી જુનાગઢના ચીરાગ હરેશકુમાર લાલચંદાણી નામના યુવાનનું અજાણ્યા ઇસમોએ સ્વીફટ ગાડીમાં હથીયાર બતાવી અપહરણ કરી લઇ ગયેલ જે બાબતે ભોગ બનનાર ચીરાગના માતુશ્રી એ એ. ડીવી. પો. સ્ટે. જુનાગઢ શહેરમાં ફરીયાદ કરી હતી. આ ગુન્હાની તપાસ બાબતે જૂનાગઢ રેન્જ આઇ. જી. ડો. સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લાની એસ. ઓ. જી., એલ. સી. બી., ટેકનીકલ સેલ, ેએ. ડીવી. પો. સ્ટે.ની જુદી જુદી ટીમો બનાવી આરોપી તથા ભોગ બનનારની ભાળ મેળવવા માટે સતત રાત - દિવસ પ્રયત્નો કરતા આરોપી તથા ભોગ બનનાર આગ્રા (ઉ. પ્ર.) બાજુ હોવાની માહિતી મેળવી અત્રેથી એક ટીમ પો. સબ. ઇન્સ. શ્રી એચ. વી. રાઠોડ એ. ડીવી. પો. સ્ટે. તથા એસ. ઓ. જી.ના પુંજાભાઇ ભારાઇ તથા વિક્રમભાઇ ચાવડા વિગેરેને આગ્રા તરફ રવાના કરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. શ્રી જે. એમ. વાળા તથા એલ. સી. બી. પોલીસ ઇન્સ. આર. કે. ગોહીલનાઓએ સતત તેના કોન્ટેકમાં રહી સાઇબર સેલની ટીમ મારફતે એકત્ર કરેલ માહિતી આ ટીમને માર્ગદર્શન આપી તેમજ આ ટીમએ હરીયાણા આગ્રા, મથુરા વિગેરે સ્થળોએ તપાસ કરી હરીયાણા પોલીસની મદદથી પલવલ ખાતેથી ભોગ બનનારને શોધી અપહરણ કર્તાની ચુંગાલમાંથી હેમખેમ રીતે છોડાવી અને અપહરણ કર્તા આરોપી મનોજ કપ્તાનસિંગને આગ્રાથી પકડી પાડી અત્રે જૂનાગઢ ખાતે લાવેલ છે.

આ કામગીરીમાં એ. ડીવી. પો. સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ. એ. વાળા, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. જે. એમ. વાળા, તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ. આર. કે. ગોહીલ તથા એ. ડીવી. પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. એચ. વી. રાઠોડ તથા એસઓજીના પુંજાભાઇ ભારાઇ તથા વિક્રમભાઇ ચાવડા તથા ટેકનીકલ સેલની ટીમ તથા એસઓજી ની ટીમ જોડાયેલ હતી.

(1:09 pm IST)