Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દુષ્કર્મ પ્રકરણમાં પ્રાચીના મહંતના રિમાન્ડની તજવીજ

વેરાવળ તા. ૧૩ : સુત્રાપાડા તાલુકાના પ્રાંચી માધવરાયજીના મહંત રૂષીગીરી રાજેન્દ્રગીરી ગૌસ્વામી એ પ્રાંચી ગામની પરણીતા ને ર૦૧૬ થી ર૦૧૮  બે વર્ષ દરમ્યાન લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આવી અવાર નવાર દુષ્કર્મ કરેલ હોય અને તેમને અંબાજી લઈ જઈ ત્યાં  પણ જોર જબ્બરદસ્તી કરેલ હોય તેમજ પ્રાંચી મંદિરના ઉપર ભાગે ગોધી રાખી અને જોરજબ્બરદસતી કરી બળાત્કાર કરેલ. રાડારાડ કરતા ઢોર મારમારવા લાગેલ મોકો મળતા મે મારા પુર્વ પતિને જાણ કરેલ જેથી મારા પતિ તેની બા મંદિરે આવી છોડાવી ગયેલ મહંત ધમકી આપેલ કે જો આ વાત કોઈને કહીશ તો તને તથા તારા બાળકોને જાનથી મારી નાખીશ મહંત મને કહેલ મારા  લગ્ન થયેલ મારા બીજા લગ્ન તારી સાથે કરવા નથી અને તારી સાથે મજા કરવી છે તારે કરવું તે કરી લે તેમ કહી મારમારી કાઢી મુકી હોય જેથી ફરીયાદ તા.ર૮/પ/૧૮ ના રોજ નોધાવેલ હતી પણ વગદાર હોય જેથી તેમણે છ માસ દરમ્યાન કોર્ટ માં આગોતરા  માંગેલ હોય તેના મંજુર થયેલ હોય અને રાજકીય ભલામણો પણ ચાલતી ન હોય તેમજ ફરીયાદી હાઈકોર્ટમાં ન્યાયની માંગણી કરેલ હતી જેથી આરોપીએ હાઈકોર્ટમાં અરજી રદ કરવાની માંગણી કરેલ છે તે પણ નામંજુર થયેલ હતી પ્રાંચીના મહંત સવારે  સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસે તેનીધરપકડકરેલ છે.

તપાસનિશ અધિકારી જી.બી.નાઈ એ જણાવેલ હતું કે મહંતના જવાબો લઈ મેડીકલ કરાવી તેમને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવશે અને ૬ માસ સુધી કોને કોને ત્યાં આશરોલીધો તેની પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

વિશ્વભરમાં પ્રખ્યાત પ્રાંચીના માધવરાયજીના મહંત દુષ્કર્મ કેસમાં અનેક રાજકીય ભલામણોથી બચતા હોય પણ ન્યાય તથા કાયદાએ તેમની સંપુર્ણ કામગીરી કરતા ફરીયાદી પરીવારમાં ન્યાય મળ્યાનો આનંદ મળેલ છે. આ ચકચારી કેસમાં કોઈપણ મદદ કરનારાઓને પણ છોડવામાં ન આવે તેવી માંગ ફરીયાદી પરીવારે કરેલ છે.

(1:08 pm IST)