Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોડીનારની તરૂણીની હત્યા કરનારાને કડક સજાની માંગ : વેરાવળમાં વિશાળ મૌન રેલી

વેરાવળ તા. ૧૩ : વેરાવળ લોહાણા મહાજન દ્વારા હીન્દુ મુસ્લીમ સમાજની વિશાળ મૌન રેલી નિકળેલ હતી અને તરૂણી વિમાંશી ઠકરારના હત્યારાઓને કડક સજા થાય તે માટે એસ.પી.ને રજુઆત કરેલ હતી.

કોડીનારમાં વેપારી બિમલ ઠકરારની પુત્રી વિમાંશીની કુરતા પુર્વક હત્યા કરી જેથી સમગ્ર સમાજમાં ભારે રોષ વ્યાપેલ હોય તા.૬ ના રોજ આ ઘટના બનેલ હોય જેથી તા.૧ર ના રોજ બપોરે ૧ર.૩૦ વાગ્યે વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ની આગેવાની હેઠળ હીન્દુ મુસ્લીમ સમાજના પટેલો, આગેવાનો પ્રજાજનોની વિશાળ મૌન રેલી નિકળેલ હતી તે પગપાળા ચાલીને એસ.પી. ઓફીસે પહોચેલ હતી ત્યાં આવેદન આપેલ હતું. તેમાં કોડીનારમાં વિમાંશીની ક્રુર હત્યાના કારણે લોહાણા સમાજની હચમચાવી નાખે તેવી કીસ્સો બનેલ છે સૌરાષ્ટ્રનો કથડી ગયેલા કાયદો અને  વ્યવસ્થા પુનઃ સ્થાપીત થાય તરૂણીની હત્યારાઓ અને મદદકરનારાઓને આકરા માં આકરી સજા થાય તેવી આક્રોશ ભરી માંગ કરેલ હતી.

   સૌરાષ્ટ્રમાં મેદરડા,જુનાગઢ માં ધણી ઘટના બનેલ છે વ્યાજખોરોના ચક્રવ્યુમાં ઘણા લોકો જીવી ખોયેલા છે. વ્યાપાર ધંધામાં  અસામાજીક તત્વોની કનડગત વધી રહેલ છે. આમ જનતા તથા લોહાણા સમાજ આ ગુનાઓ બને નહી તે માટે તટસ્થ તપાસ  કરવાની માંગ કરેલ છે તેમજ ભવીષ્યમાં આવા ગુનાઓ અટકે તે માટે પોલીસે સર્તકતા દાખવવી જોઈએ તેવી માંગ કરેલ છે.

(1:07 pm IST)