Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભાગિયા મજુર પરિવારોને નોધણવદર ગામે સન્માન સાથે ભોજન કરાવાયું રાત્રે લોક ડાયરો

ઇશ્વરીયા તા ૧૩ : ખેતર વાડીમા ભાગિયા તરીકે કામ કરી રહેલા મજુર પરિવારને નોધણવદર ગામે સન્માન સાથ ભોજન કરાવાયું. અહિં રાત્રે લોકડાયરાની મોજ સોૈ એે માણી હતી.

માનવ પરિવાર સંસ્થા દ્વારા પ્રમુખ શ્રી રાજેશભાઇ વઘાસિયા અને ઉપપ્રમુખ રાજેશભાઇ કથિરીયાના માનવતાવાદી આયોજનથી અહિં રવિવાર તા ૧૧ ના સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો. ખેતરવાડીમાં આજકાલ ખેડુતો પોતવ્યવસાય અર્થે વતનથી દુર રહેલ હોય ખેતીનું કામ પંથકના મજુરો ભાગિયા તરીકે કામ  કરી રહેલ છે તેઓને સન્માનવામાં આવ્યા.

નોધણવદર ગામે વિશાળ સમીયાણામાં આજુબાજુના ૮૦૦ જેટલા ગામોમાં જાણ કરાઇ હતી, જેમાંથી મોટો સંખ્યામાં આ મજુરો જોડાયા હતા. ખેતરવાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા આ મજુર પરિવારોનું સન્માન સાથે ભોજન કરાવ્યું હતું સંસ્થા દ્વારા પુરૂષોને કાપડ તથા સ્ત્રીઓને સાડી ભેટ આપવામાં આવી . અહિં મજુરો ખૂશખૂશાલ જોવા મળ્યા.

આ સંસ્થા દ્વારા મંદ બુધ્ધિના પાગલ માટે સોનત્રય પાસે કેન્દ્ર દ્વારા સુંદર સેવા કાર્ય થઇ રહયું છે. તેઓને પણ આ કાર્યક્રમમાં રખાયા હતા.

અહિં સંસ્થાના શ્રી મુકેશભાઇ શંકર, પરેશભાઇ જસાણી તેમજ કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતા. અહિં રાત્રે લોકડાયરાની મોજ સોૈ એ માણી હતી જેમાં આજુબાજુના રસિકોએ લોકસાહિત્ય ભજનની રસકલા માણી હતી. તેમ કાર્યકતામુકેશભાઇ દવે  એ વિગત આપી હતી. શ્રી પ્રકાશભાઇ ગોસ્વામી, શ્રી જીજ્ઞેશભાઇ કથિરિયા, શ્રી રાજેશભાઇ ગજેરા,પ્રકાશભાઇ ગોસ્વામી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:33 pm IST)