Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વાંકાનેર તપગચ્છ જૈન સંઘ દ્વારા પાંજરાપોળની ગૌમાતાને લાપસી ખવડાવી

 વાંકાનેર તા. ૧૩: ''તિર્યંચ ગતિના જીવોને વેદના અને દુઃખ જ સહન કરવાના હોય છે. ગાયમાતા પણ તિર્યંચ જીવાત્મા છે પરંતુ આ જીવો પણ સમકિત પાસે, દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષમાર્ગે જઇ શકે તે માટે આપણે સૌ એ પાંજરાપોળો અને ગૌશાળાના જ જીવો-ગૌવંશ નહિં પણ પ્રત્યેક જીવાત્મા માટે અનુકંપા રાખી વિચારશીલ અને વિવેકશીલ નાગરિક તરીકે આપણું કર્તવ્ય નિભાવવાનું છે.'' એમ કહી વાંકાનેર પાંજરાપોળમાં ગૌવંશને લાપસી ખવડાવવાના શ્રી તપગચ્છ જૈન સંઘ દ્વારા થયેલા આયોજનમાં સાધ્વીજી ભગવત શ્રી નિરૂપમાશ્રીજી મહારાજ સાહેબ નવકારમંત્રના ગાન વચ્ચે ગાયોને લાપસી ખવડાવવાના કાર્યક્રમમાં હાજર રહી સૌને પ્રેરણા આપી હતી.

આ દેશના તમામ નાગરિકો જીવદયા પાળવા કટીબધ્ધ થાય તે રીતે જૈનસંઘોએ પોતાનું કર્તવ્ય નિભાવવાનું છે એમ સાધ્વીજી ભગવંત નિરૂપમાશ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.

(12:21 pm IST)