Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભાણવડના કેટલાય વિસ્તારો પ્રાથમિક સુવિધા વિહોણા

  ઉમિયાજીનગર અને હરસિધ્ધિનગર જેવા : પાણી સફાઇ, રસ્તા અંગે પાલિકામાં અનેક રજુઆતો છતા કોઇ સુધારો નહિંભાણવડ તા ૧૩ : નગરપાલિકા આમ જનતાની રજુઆતોનું કોઇ મુલ્ય સમજતું જ ન હોય એવી પરિસ્થિતી જોવા મળી રહી છે અને સત્તાધીશોની શહેરી વિકાસની ફેકમ ફેકીમાં કેટલું તથ્ય છે તે એ વાત પરથી સાબિત થઇ જાય છે કે, શહેરના ઉમીયાજીનગર અને હરિસિધ્ધિનગર સહિતના કટલાય વિસ્તારોમાં પ્રાથમીક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી શકાઇ નથી.

ભાણવડના ઉમીયાજીનગર અને હરિસિધ્ધિનગરના રહિશો છેલ્લા એક વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે પાલિકામાં રજુઆતો કરી રહયા છે, પરંતુપાલિકાતંત્ર સહેજ પણ દરકાર નથી લઇ રહ્યું આ બન્ને વિસ્તાર સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી, સફાઇ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ નથી. ભૂગર્ભ ગટરનું કામ થઇ ગયું છે જેની રસ્તા વચ્ચે બનાવવામાં આવેલી કુંડીઓના ઢાંકણાઓ ખુલ્લા મુકી રાખવામાં આવ્યા છે જેને કારણે વાહનચાલકો, રાહદારીઓ, નાના મોટા અબોલ પશુઓના જીવ જોખમમાં મુકાઇ રહયા છે, પરંતુ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ બન્નેમાંથી કોઇ આ સમસ્યાનું નિરા કરણ ન કરતા લોકોમાં ભારે આક્રોશ જોવામળીરહયો છે.

મહિલાઓમાં પાલિકા સદસ્યો સામે ભારોભાર આકોશ

આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પાણીની લાઇન માટે રજુઆત કરવામાં આવી રહી છે તેમ છતાં નગરપાલિકા તરફથી કોઇ એકશન લેવામાં નથી આવી રહયા અને પાણીના ટાંકા મંગાવી કામ ચલાવવુ પડી રહયું છે. ઘરો પાસે જ જામેલા ગંદકીના થર, કાચા અને ખોદાણ કરેલ રસ્તાઓની ધુળ-માટીના થરો જામતા થર રોજ ખોબા મોઢે શ્વાસ વાટે શરીરમાં ધુળ ભરાઇ રહી છે જેને કારણે શ્વાસ, ફેેફસાના રે ોગતી બિમારીનું જોખમ વધી ગયું છે તેમ છતા પાલિકાતંત્ર કે, ચુંટણી ટાણે મત મેળવવા માટે કાકલુદી કરતા પાલિકા સદ્સયો હવે સહેજપણ ધ્યાન આપતા ન હોઇ તેમના પ્રત્યે રોષ નો જવાળામુખી ફાટી નિકળ્યો હતો. આ વિસ્તારની જે હાલત છે તેને લઇને મહિલાઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો નર્ગાકાર હાલતમાં કેમ જીવી રહયા છે તે તેમ નું મન જાણે છે.

(12:20 pm IST)