Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગીરની ગૌરવરૂપ પ્રતિભા મહર્ષિ પંડયાને સારેગામા ટોપ-૧પમાં સ્થાન

રાજકોટ તા. ૧૩: તાલાલા માનસત્સંગ મંડળમાં નાનપણથી જ રામચરીત માનસની ચોપાઇઓ અને તુલસીદાસજીના વિનયપદના સંગીતમાં સુમધુર કંઠે ગાતા તેવા ગીરના ગૌરવ સમાન સનતભાઇ પંડયાના સુપુત્ર મહર્ષિ પંડયા સારેગામા સંગીત સ્પર્ધામાં સારેગામા પા માં ૧પ માં ટોપ સ્થાને આવેલ છે.

પિતાની માફક બચપણથી જ સંગીતમાં ઘણી રૂચી ધરાવનાર મહર્ષિ પંડયા ફેકલ્ટી ઓફ પેરફીમીંગ આસમાં ડીપ્લોમાં કરી બી.ઇ. મેટજીના ત્રીજા વર્ષમાં માત્ર ર૧ વર્ષની વયે અભ્યાસ કરતા કરતા પણ ગીરનું અને બરોડાનું નામ રોશન કરેલ છે. તેમની સિધ્ધીને માનસ સત્સંગ મંડળ તાલાલા તથા બરોડાની સાંસ્કૃતિક પ્રેમી જનતાએ પ્રેમથી વધારેલ છે તેમ અરવિંદ રાયચુરા (મો. ૯૪ર૯૦ ૯૮૬૬૩) ની યાદીમાં જણાવાયું છે.

(12:00 pm IST)