Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મીઠાપુરઃ અલ હૈદરી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર સુરજકરાડી ખાતે અલ હૈદરી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ઓખા ખાતે સુન્ની મુસ્લિમ સમાજના ઇસ્લામી તાલીમ લેતા વિદ્યાથીઓનો સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં આશરે ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇસ્લામ સમાજ આ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન મળે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યો હતોે. તથા આ કાર્યક્રમમાં કસ્ટમ અધિકારી તથા મીઠાપુર પોલીસ પી આઇ સાહેબ પણ સહર્ષ જોડાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડયું હતું. ખુબજ સુંદર આયોજન અલ હૈદરી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.(તસ્વીર અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:52 am IST)