Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગરવા ગિરનારની પરિક્રમાં બગડુના અજાભગતે વિ સં ૧૯૩૮માં ૧૦ માણસોના સંઘથી શરૂ કરેલ

જુનાગઢ તા. ૧૩ : માણસની ઉત્પિત અને વિકાસની સાથે જ ઉત્સવો લોકમેળાઓ તિર્થયાત્રા વગેરે માનવજીવનનો પર્યાય બની ગયા છે. તિર્થયાત્રા મેળાઓ ઉત્સવો વગેરે માનવીની સંસ્કૃતિ અને ધાર્મિક એકતાની મૂર્ત સ્વરૂપ જેવા છે તેમા નવજીવનમાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

પરિક્રમાં

ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવની જગ્યામાં યાત્રીકોનો મેળો ભરાય છે. અહીથી પરિક્રમા શરૂ થાય છે. યાત્રાળુઓ સરકડીયા હનુમાન, સુરજકુંડ ભવનાથ થઇ ભજન ભાવથી રંગાઇ સંઘના સ્વરૂપમાં માળવેલા જઇ પહોંચેછે. અને ત્યાંથી બીજી સવારે ઉપડી શ્રવણ વડ વાસંતો નાગ હેમજળીયાકુંડ થઇ રાત્રીના બોરદેવીની જગ્યામાં રાત રહે છે અને ત્રીજે દિવસે સંઘ ફરી ભવનાથ પહોંચ છે પ્રતિવર્ષ યોજાતી આ લીલી પરિક્રમામાં સૌરાષ્ટ્ર ગુજરાત અન્ય પ્રાંતોમાંથી લાખો યાત્રીકો વિવિધ સંપ્રદાયના સંતો સાધુઓ અવધુતો ઉમટી પડેછે

ઇતિહાસના પાના બોલે છે

ગિરનારની પરિક્રમાનો રિવાજ બહુ પ્રાચીન સમયમાં હશે મધ્ય કાળમાં તે અનેક કારણો વસાત બંધ પડેલ હશે એવું અનુમાન ઘણા ઇતિહાસવિદોએ કરેલ છે પરંતુ તે હકિકત વજુદ વગરની રહી છે.

ખરી હકીકત એ છે કે આ પરિક્રમાનો રિવાજ સંવત ૧૯૩૮ એટલે કે ઇ.સ.૧૮૮રમાં શરૂ થઇ છે. અને એ શરૂ કરનાર મેંદરડા તાલુકાના બગડુ ગામના લેઉવા કણબી પટેલ સંતશ્રી અજાભગત હતા.

આ અજાભગતનો જન્મ ઉપલેટામાં પણ તેના નિવાસ કાર્યની પ્રણાલિકા બગડુ ગામે બંધાયેલ બગડુ ગામ વિશે કહેવાય છે કે પુરાતન કાળમાં બગડુમાં બગડાલમ ઋષ્નિો આશ્રમ હતો તેના નામ પરથી ગામનું નામ બગડુ પડેલ છે.

૧૦ માણસોનો સંઘ કાઢયો

ગરવા ગિરનારની પવિત્ર પરિક્રમાં અંગે મળેલા પુરાવાઓ જોતા તે વિ.સં. ૧૯૩૮માં જ શરૂ થઇ છે વિક્રમ સંવત ૧૯૩૭ ની ભાદરવી અમાસ એટલે શ્રાવણ મહિનાની અમાસ કહેવાય છે. તે દિવસે અજાદેવજી ભગત દામોદર કુંડ ન્હાવા ગયા ત્યારે બાજુમાં આવેલ ફરાળી બાવાના આશ્રમમાં ગિરનારની મહાત્મય વર્ણવતો ગ્રંથ વેચાઇ રહ્યો હતો. ગ્રંથની મહતાથી અજાભગત પ્રભાવિત થયા અને એ ગ્રંથ વાંચવા માટે બાવાજી પાસે માંગ્યો ત્યારે બાવાજીએ તેને મુળગ્રંથ નહી પરંતુ હસ્ત લિખીતગ્રંથ આપ્યો. અજાભગતે એ ગ્રંથમાંથી શોધી કાઢયું કે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશી આ દિવસે પોઢેલા તમામ દેવોને જાગવાનો સમય સાથે ભીષ્મ પંચક વૃતારંભ અગિયારસથી પુનમ એ પાંચ દિવસ પંચક કહેવાય.

ભીષ્મ જેવી દૃઢ પ્રતિજ્ઞાથી વૃતાક વ્રતક આરંભ કરવામાં આવે તો કોટી કોટી ફળ મળે અને તેની અમલવારી આ વર્ષથી જ કરવી એનુ તેની અમલવારી આ વર્ષથી જ કરવી એવું નકકી કરી વિ.સં.૧૯૩૮ ઇ.સ. ૧૮રરના કારતક સુદ ૧૧ ના દિવસે અજાભગતે સંઘ કાઢયો.

આ સંઘમાં નાગડી ગામના ભવોભદ્ર (ર) સાંખડાવદરના ભીમજી પટેલ (૩) સેમરાળાના હિરો બોઘરો (૪) જામકાનાજીવાભાભો (પ) થાણા પિપળીના કડવા બાંબર અન્ય બીજા પાંચ વ્યકિતઓ મળીને ૧૦ માણસોનો સંઘ કાઢયો અને ગિરનાર પરિક્રમાના પ્રથમ પગરણ માંડયા.

દામોદર કુંડમાં સ્નાન કરી ભવા ભદ્રજીએ પરિક્રમાંની શાસ્ત્રોકત વિધી પ્રમાણે શરૂઆત કરી પહેલા દિવસે જીણાબાવાની મઢીએ પડાવ બીજા દિવસે માળેલા પડાવ અને ત્રીજે દિવસે બોરદેવી અને ચોથા દિવસે દામોદર કુંડ પડાવ એવુ વ્યવસ્થિત આયોજન સાથે ૧૦ માણસોનો સંઘ નિકળ્યો.

આજે પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય છે. તેણે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા સાથે દાસા પંથી જયોત જલતિ રાખી છે. સવંત ૧૯૪૯માંના મહાસુદ ૧૧ને શુક્રવારે આફાની દુનિયા છોડી દેહત્યાગ કરનાર અજાભગતની સમાધિ આણંદપર ગામના રસ્તે આવેલ છે.

(11:49 am IST)