Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

લાભ પાંચમના દિવસે ધંધુકા માર્કેટ યાર્ડમાં પ હજાર મણ બીટી કપાસની આવક થઇ

ધંધુકા તા.૧૩: લાભ પાંચના દિવસે ધંધુકા માર્કેટ યાર્ડમાં બીટી કપાસની આવક મોટા પાયે થઇ હતી. ખેડૂતો ટ્રેકટરો ટ્રોલીઓ છકડામાં કપાસ વેચવા આવ્યા હતા.

ધંધુકા માર્કેટ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, લાભ પાંચમના દિવસે આશરે ૫ હજાર મણ જેટલા બીટી કપાસની આવક થવા પામી હતી. બીટી કપાસનો ભાવ ૧૧૨૫થી ૧૧૬૧-૧૧૭૫ જેટલો બોલાયો હતો! માર્કેટ યાર્ડના સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ગત વખતે લાભ પાંચમના દિવસે બીટી કપાસનો ૨૦ કિલોનો ભાવ ૮૫૦ જેટલો બોલાયો હતો તેના કરતા આ વખતે લાભ પાંચમના દિવસે ૧૧૨૫ થી ૧૧૬૧-૧૧૭૫ બોલાયો છે. જે ગત વર્ષ કરતાં ૩૦૦ રૂપિયા જેટલો લાભ પાંચમના દિવસે વધુ ભાવ બોલાયો છે. આગામી દિવસોમાં ધંધુકા માર્કેટ યાર્ડમાં બીટી કપાસની આવક વધશે તેમ ખેડૂતો તથા વેપારીઓનું માનવું છે. ખેડૂતો બીટી કપાસના ભાવ હજુ વધશે તેવું માની રહયાં છે.

(11:49 am IST)