Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગોંડલ યાર્ડમાં લાભ પાંચમના મુહૂર્તથી જણસીની આવકોઃ મગફળીની ધારણાકરતા ઓછી આવક

ગોંડલ, તા.૧૩: માકેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન પૂરું થતા લાભપાંચમથી જણસીની આવક શરૂ થવા પામી હતી અને વેપારીઓ અને ખેડૂતોએ મુહૂર્તો કર્યા હતા અલબત યાર્ડ તંત્રની ધારણા મુજબ મગફળીની આવક થવા પામી ન હતી.

દિવાળી પહેલા કમિશન એજન્ટ દ્વારા ભાવાંતર યોજનાને લઇ હડતાલનું બ્યુગલ કૂંકવામાં આવ્યું હતું અને હડતાલ લાભ પાંચમ બાદ પણ શરૂ રહેશે તેવું જણાવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા મધ્યસ્થી કરાતા ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ હડતાલ મોફક રાખવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

લાભ પાંચમના શુભ દિવસથી જ ખેડૂતો વિવિધ જણસી લઇ ગોંડલ માકેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને નવા વર્ષના વેપાર-ધંધા શરૂ થવા પામ્યા હતા માર્કેટીગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે યાર્ડ તંત્ર દ્વારા  મગફળીની આવક ખૂબ ઉધી ધરવામાં આવી હતી પરંતુ માત્ર ૧૭,૦૦૦ જ ગુણીની આવક થવા પામી છે વર્તમાન વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય અને મગફળીનો પાક નિષ્ફળ નીવડયો હોય તેવું તારણ બહાર આવી રહ્યું છે. આગામી તારીખ ૧૫થી સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવનાર છે પરંતુ ખેડૂતો ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

(11:48 am IST)