Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પરિક્રમામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત અભેદ સુરક્ષા કવચ

જૂનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ પોલીસ ખડેપગે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરશેઃ ચાર ઝોનમાં વિભાજન

પરિક્રમા માટે સજ્જડ વ્યવસ્થા

 જુનાગઢઃ સોમવારથી શરૂ થઇ રહેલ ગરવા ગિરનારની પરિકમામાં યાત્રીકોને સુખરૂપ સંપન્ન થાય તે માટે પરિક્રમા રૂટની સતત મુલાકાત લઇ વ્યસત  રહેલા વરિષ્ઠ અધિકારીઓ મીટીંગો યોજી આખરી ઓપ આપી રહ્યા છ.ે ઉપરોકત તસ્વીરમાં જીલ્લા કલેકટર શ્રી સૌરભપારધી જુનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી એસ.પી. શ્રી સૌરભસિંઘ ડી.સી.એફ.શ્રી એસ.કે. બેરવાલ, એસીએફ બી.કે. ખટાણા ઉતર રેન્જના આર.એફ.ઓ એસડી ટીલાળા, અને દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. શ્રી ભગીરથસિંહ ઝાલા સહિતના અધિકારીઓ નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

 જૂનાગઢ તા. ૧૩ :.. સોમવારથી શરૂ થતી પરિક્રમાં દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જૂનાગઢના કાર્યદક્ષ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી અને એસપી શ્રી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

પરિક્રમા સંદર્ભે હાલ માસ્ટર પ્લાન તૈયાર થઇ રહ્યો છે. જેમાં દક્ષિણ રેન્જ હેઠળના જૂનાગઢ - પોરબંદર - ગીર સોમનાથ તેમજ અન્ય જીલ્લામાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓને બંદોબસ્તમાં તેનાત કરાશે.

જેમાં સંભવિત ગત વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ નાયબ પોલીસ અધિક્ષક ૧૮ પીઆઇ તેમજ ૯૧ પીએસઆઇ ૯૮ર પોલીસ ૮૪ મહિલા પોલીસ ૧૮૩ ટ્રાફીક પોલીસ ર એસઆરપી કંપની ૪૦૦ જીઆરડી ઉપરાંત બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ સહિત કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

ઉપરાંત પરિક્રમાંના ૩૬ કિ.મી.ના રૂટ પર દર એક કિ.મી.ના અંતરે એક પોલીસ રાવટી યાંત્રિક સહાયતા કેન્દ્ર તેમજ ભવનાથ અને શહેરી વિસ્તારમાં પણ પ૦ જેટલી રાવટીમાં પોલીસ કર્મચારી વાયરલેશ વોકીટોકીથી સજ્જ કરાશે.

તેમજ જૂનાગઢ શહેરમાં પ્રવેશલા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે આ પરિક્રમાનું ૪ ઝોનમાં એબીસી ભવનાથ એમ વિભાજન કરવામાં આવનાર છે. આ બંદોબસ્ત દરમ્યાન ડીવાયએસપી એમ. એસ. રાણા, એલસીબી પી.આઇ. આર. કે. ગોહિલ, એસઓજીના પીઆઇ જે. એમ. વાળાએ ડીવીઝન અને બી. ડીવીઝનના પી. આઇ. સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ખડેપગે કાયદો વ્યવસ્થા જાળવશે.

(11:44 am IST)