Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઉનાઃ લોહાણા સમાજની સગીરાની હત્યાનાં આરોપી સામે કડક પગલા લેવાની માંગણી સાથે રેલી નિકળી

ઉના તા.૧૩: કોડીનારમાં લોહાણા સમાજની સગીરાની ઘાતકી હત્યાનાં બનાવને ઉના લોહાણા મહાજન તથા વિવિધ સમાજના આગેવાનોએ રેલી કાઢી કડક પગલા ભરવા માંગ સાથે આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પંુજાભાઇ વંશે આવેદનપત્ર આપેલ.

કોડીનારમાં લોહાણા સમાજનાં બીમલભાઇ ઠક્કરની સગીર વયની દિકરી વિમાંશીની છરીના ૩૬ ઘા ઝીંકી ક્રુર હત્યાનાં બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ઉના લોહાણા મહાજનની વાડીએ પ્રમુખ મહેન્દ્રભાઇ ગટેચાની આગેવાની હેઠળ તમામ લોહાણા મહાજનનાં ભાઇઓ બહેનો તથા ઉના ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ પરસોતમભાઇ ઠુમર તથા સભ્યો, ઉના પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન વિજયભાઇ કમવાણી, સત સત બ્રહ્મ સમાજનાં આગેવાન તથા નગરસેવક ચંદ્રેશભાઇ જોષી (રાધે), ઉના યુવા કોળી સંગઠન ઉનાનાં મોહનભાઇ બાબુભાઇ મૈયડ, ઉના ગ્રેઇન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ અબ્બાસભાઇ સુમરાણી તથા વેપારીઓ, અખીલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસિકભાઇ ચાવડા તથા કોળી સમાજના આગેવાનો તથા વિવિધ સમાજનાં આવેવાનો મોટી સંખ્યામાં ભેગા થઇ મોૈન રેલી કાઢી પ્રાંત કચેરી એ જઇ તથા ત્યારે ધારાસભ્ય પુંજાભાઇ વંશ પણ પહોંચી ગયેલ.

મુખ્યમંત્રીને સંબોધી આપેલ આવેદન પત્રમાં આરોપી તથા મદદગારી કરનાર સાગરીતોને પકડી આકરામાં આકરી સજા કરવા તથા કાયદાનું ભાન કરાવી ભવિષ્યમાં બીજીવાર આવા બનાવ ન બને તે માટે નોંધપાત્ર કામગીરી કરવા માંગણી સાથે આવેદન પત્ર આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.

(12:12 pm IST)