Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જુનાગઢ પરિક્રમા રૂટનું વન વિભાગ સાથે પત્રકારોએ તૈયારી નિહાળી

જુનાગઢ : સોમવારથી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો મંગલ પ્રારંભ થનાર છે. ત્યારે જેના યજમાન પદે આ પરિક્રમા થઇ રહી છે તેવા વન વિભાગના આંગણે રૂડો અવસર હોય તેમ છેલ્લા એક માસથી તૈયારીઓ થઇ રહી છે અને તાજેતરમાં વરસાદના કારણે ધોવાયેલ રોડ રસ્તાને રીપેરીંગ કરી સુવ્યવસ્થિત કરવામાં આવ્યા છે તેમજ ઇટવા ઘોડી આરસીસી રોડ બનાવાયા છે તેમજ માળવેલામાં આરસીસીના પગથિયા બનાવાયા છે. જેથી વૃધ્ધો અશકતો આ પડાવ આસાનીથી પાર કરી શકશે ઉપરોકત તસ્વીરોમાં વન વિભાગ દ્વારા વ્યવસ્થિત કરાયેલા રસ્તા પાણીની ગોઠવવામાં આવતી ટાંકીઓ અને પત્રકારો સાથે એસીએફ બી. કે. ખટાણા ઉતર રેન્જના આરએફઓ પૂર્વ પ્રમુખ સંજય કોરડીયા, કોર્પોરેટર નિર્ભય પુરોહિત, હરેશ પરસાણા યાત્રાધામ વિકાસ બોર્ડના પુર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢીયાર વગેરે રૂટ પર વન વિભાગ દ્વારા કરાયેલ તૈયારીઓ નિહાળતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી - તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:40 am IST)