Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વાવાઝોડા બાદ રાજૂલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં વિજ પુરવઠો પુર્વવત કરવા માંગણી

રાજયનાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરતા રાજૂલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર

રાજુલા તા. ૧૩ :.. રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને પત્ર પાઠવીને 'તૌકતે' વાવાઝોડા  બાદ અમરેલી જીલ્લાના રાજૂલા વિધાનસભાના રાજૂલા-જાફરાબાદ-ખાંભા તાલુકાના ખેતીવાડીના ટીસી રીપેરીંગ બદલવા તથા વિજ પુરવઠો પુર્વવતઃ કરવા માંગણી કરી છે.

ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્યું છે કે, 'તૌકતે' વાવાઝોડા બાદ -૯૮, રાજૂલા વિધાનસભાના રાજૂલા-જાફરાબાદ - ખાંભા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી કનેકશનના ૧૬ કે. વી. એ ના રપ કે.વી.એ.ના ૬૩ કે. વી. એ.ના, અને ૧૦૦ કે. વી.એના એવા અંદાજીત ૭૦૦ જેટલા મોટા ટી. સી. બંધ છે અને તેને રીપેર કરી કે બદલીને નવા લગાડવામાં આવ્યા નથી જેના કારણે લોકોને અને ખેડૂતોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. અમરેલી જીલ્લાનું ટી. સી. રીપેરીંગનું કામ અમરેલી અને સાવરકુંડલા ખાતે જ થતું હોય, જેના લીધે ત્યાં વર્કલોડ વધી જાય છે, અને તેથી ટી. સી. સમયસર રીપેરીંગ થઇ શકતા નથી અને પાંચ માસ જેટલો સમય વીતી ચુકયો હોવા છતાં ઉકત ૭૦૦ જેટલા ટી. સી. હાલ  સાવરકુંડલા ખાતે જ બંધ હાલતમાં પડયા છે એવું જાણવા મળેલ છે.

જયાં વર્ક લોડ ઓછો હોય તેવા અન્ય સ્થળે ટી. સી. રીપેરીંગનું કામ કરાવવું જોઇએ અને લોકોને ખેડૂતોને પડતી મુશ્કેલી માંથી ઉગારવા જોઇએ અને વીજ પુરવઠો પૂર્વવત કરવો જોઇએ. આગામી આઠ દિવસમાં  ઉપરોકત પ્રશ્નનો નિકાલ નહી થાય તો ના છૂટકે મારે ગાંધી ચિંધ્યા માર્ગે જવુ પડશે, તો યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં અંબરીશભાઇ ડેરએ જણાવ્યું છે.

(1:16 pm IST)