Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જુનાગઢ પૂજા પાર્કની પ્રાચીન ગરબીની મુલાકાતે ધારાસભ્ય ભીખાભાઇ જોષી

જુનાગઢ : જોષીપરાના ખલીલ પુર રોડ જીનિયસ સ્કુલ સામે આવેલ પુજા પાર્ક ખાતે સૌ પ્રથમ વાર પ્રાચીન શેરી ગરબાનું શાંતિલાલભાઇ ગજેરા અને ગૌતમભાઇ સુતરીયા દ્વારા આયોજન કરાયું છે. જેમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. ગત રાત્રે આ ગરબી મંડળની મુલાકાતે ધારાસભ્ય ભીખાભાઇ જોષી આવેલ દરમિયાન ગરબીના આયોજક શાંતિભાઇ ગજેરા અશોકભાઇ કતિરા તથા જયેશભાઇ વાગડીયા તેમજ જુનાગઢ 'અકિલા'ના પત્રકાર વિનુભાઇ જોશીએ તેમને આવકાર્ય હતા આ તકે ધારાસભ્યના પુત્ર મનોજભાઇ જોષી તેમજ રસીકભાઇ, હાર્દિકભાઇ તુષાર મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:15 pm IST)