Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વેરાવળ વિસ્તારમાં વિજ દરોડા ૧૯.૫૦ લાખની વિજ ચોરી ઝડપાય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: વિસ્તારમાં ૪૨ ટીમો દ્વારા વિજ ચોરીના દરોડા પાડવામાં આવેલ તેમાં ૧૨૭ કનેકશનોમાં ૧૯.૫૦ લાખની વિજ ચોરી ઝડપાય હતી.

રાજકોટ પીજીવીસીએલની ૪૨ ટીમો દ્વારા વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તાર, ભીડીયા, ગ્રામ્ય વિસ્તારમાં આજોઠ, કાજલી, બાદલપરા, મેઘપુર, ગોવિંદપરા, ડારી, ઇણાજ ગામે ૬૦૦ વિજ કનેકશનો તપાસ કરેલ હતા તેમાં ૧૨૭ કનેકશનોમાં વિજ ચોરી ઝડપાયેલ હતી અને તેના ૧૯.૫૦ લાખના બીલો ફટકારેલ હતા.

(12:53 pm IST)