Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિજયાદશમીએ મોમાઇ માતાજી- જુના કટારીયા ખાતે મહાયજ્ઞ

સમસ્ત જાડેજા પરિવારના કુળદેવીના ધામમાં પરંપરાગત પૂજન-યજ્ઞ-અર્ચનથી ધર્મોલ્લાસ

રાજકોટ, તા. ૧૩ : સમસ્ત ૪ર ગામના જાડેજા કાંયાણી પરિવારના કુળદેવી શ્રી મોમાઇ માતાજી-જુના કટારીયા (કચ્છ) મુકામે તા. ૧પ ને શુક્રવારે વિજયાદશમી નિમિત્તે મહાયજ્ઞ યોજાશે. નવરાત્રી દરમિયાન માતાના મંદિરે પરંપરાગત હોમ-હવન-અર્ચનથી ચારેયકોર ધર્મોલ્લાસ ફેલાયો છે. પરંપરા મુજબ દશેરાના દિવસે મોમાઇ ધામમાં યોજનાર મહાયજ્ઞનોલાભ  આ વર્ષે મુળ ખીરઇ (મોરબી) ના વતની નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર જાડેજા ઉપેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ પરિવારને મળી રહ્યો છે. બપોરે ૧ કલાકે મંદિર પરિષદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન મુજબ તમામ કાંયાણી પરિવારોને ધર્મ-લાભ લેવા મોમાઇ માતાજી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:52 pm IST)