Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જુનાગઢમાં પાંચ લાખનો દારૂ ઝડપાયો

જુનાગઢ તા. ૧૩ :.. ગાંધીગ્રામ સીંધી સોસાયટી વિસ્તારમાં એક જ સરખી બ્રાન્ડનો વિદેશી દારૂની પેટીઓ નંગ ૯૭ તથા અશોક લેલન્ડ વાહન મળી કુલ કિ. રૂ. ૮,૧૯,૮પ૦ નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન ધારા હેઠળનો ગણના પાત્ર કેસ સી ડીવીઝન પોલીસે શોધી કાઢયો છે.

રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જૂગારની બદીને નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોસ બોલાવી દબોચી લઇ ગે. કા. પ્રવૃતિને સંપૂર્ણ પણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા જુનાગઢ વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ. આર. એમ. વસાવા તથા જુનાગઢના સી ડીવીઝન પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. જે. જે. ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્ન શીલ હોય નવરાત્રી તહેવાર ચાલુ હોય જે અંગે દેશી-વિદેશી દારૂ તથા જૂગાર જેવી કોઇ ગે. કા. પ્રવૃતિ ન બને તે હેતુસર જુનાગઢ સી ડીવી. પો. સ્ટે. ખાતે હાજર હતાં.

દરમ્યાન હાજર પો. કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો. કોન્સ. આઝાદસિંહ સિસોદીયા વાળાઓને હકિકત મળેલ કે, ગાંધીગ્રામ વિસ્તાર સીંધી સોસાયટીમાં રેલ્વેના ગળનારા પાસે ગરબી ચોક વાળી શેરી નં. ૭ માં જેસાભાઇ મેરામણભાઇ મોરીના મકાનમાં સીંધી સોસાયટી બાબા પાનની સામે રહેતા હરદાસ ઉર્ફે હદો પરબતભાઇ મોરી તથા બાવન ચના મોરી બન્નેએ બહારથી ચોરી છૂપીથી ઇંગ્લીશ દારૂના મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી મકાનની અંદર સામે આવેલ ઓરડીમાં છૂપાવેલ છે. તેવી બાતમી આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરતા નં. ૧ હરદાસ ઉર્ફે હદો પરબતભાઇ મોરી તથા નં.ર બાવન ચના મોરામણભાઇ મોરીના મકાનમાંથી અશોક લેલન્ડ હોર વ્હીલ વાહનમાંથી એકજ સરખી બ્રાન્ડની પેટી નંગ ૯૭ તથા છૂટી બોટલો મળી કુલ નાની-મોટી બોટલો નંગ ૧૮૭૯ કિ. રૂ. પ૧ર૮પ૦ નો તથા દારૂ છૂપાવવા માટે અશોક લેલન્ડ ગાડીમાં રાખવામાં આવેલ મમરાના બાચકા નંગ ૧૪ કિ. રૂ. ૭૦૦૦ નો મુદામાલ પકડી પાડી આરોપીઓ ઘરે હાજર નહી મળી આવતા તેના વિરૂધ્ધ જુનાગઢ સી ડીવીઝન પો. સ્ટે.માં પ્રોહીબીશન ધારા હેઠળનો ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ મેકડોલ્સ નં. ૧ ઓરીજનલ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ૭પ૦ એમ.એલ. ની કુલ ૭૭ પેટીઓમાં બોટલ નંગ ૯ર૪ કિ. રૂ. ૩,૬૯,૬૦૦, મેકડોલ્સ નંગ ૧ ઓરીજનલ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ૧૮૦ એમ. એલ. ની કુલ ૧૯ પેટીઓ તથા એક પેટીમાં છૂટી બોટલો કવાટર નંગ ૪૩ મળી કુલ કવાટર નાની બોટલો નંગ ૯પપ કિ. રૂ. ૧,૪૩,રપ૦, ઇગ્લીશ દારૂ-છૂપાવવા ઉપયોગમાં લીધેલ મમરાના બાચકા નંગ ૧૪ મમરા સહિત કિ. રૂ. ૭૦૦૦, ફોર વ્હીલ વાહન અશોક લેલન્ડ દોસ્ત નં. જીજે-૦૩ બીડબલ્યુ પ૩૯૯ ની કિં. રૂ. ૩,૦૦,૦૦૦ કુલ કિ. રૂ. ૮,૧૯,૮પ૦ નો છે.

સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જે. જે. ગઢવી તથા એએસઆઇ એન. વી. રામ તથા એચ. સી. સંજયસિંહ રાઠોડ તથા પી. સી. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, કરણસિંહ ઝણકાંત, ભગવાનજી વાઢીયા, ભાવિકભાઇ કોદાવલા, દીલીપભાઇ ડાંગર, ડ્રા. પો. કોન્સ. હિતેષભાઇ મકકા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:51 pm IST)