Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વીરપુરમાં રરપ વર્ષ જુની પ્રાચીન નવદુર્ગા ગરબીમાં બાળાઓની ગરબાની રમઝટ

વીરપુર (જલારામ) :  સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આશો માસના પવિત્ર નવરાત્રીના માતાજીના નવલા નોરતાની ભકિતભાવ પૂર્ણ ઉજવાય રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં રાજાશાહી વખતથી માતાજીના ગરબા રમાડવામાં આવતી  ૨૨૫ વર્ષ જૂની પ્રાચીન નવદુર્ગા ગરબીની નાની બાળાઓએ પ્રાચીન ગરબા ઘૂમ્યા હતા જેમાં બાળાઓએ પોતાના માથે બેડા ઉપર માતાજીનો ગરબો રાખી નવદુર્ગા માતાજીનો પૂજન રાસ ગરબે રમી માતાજીની આરાધના કરી હતી,નવલી નવરાત્રીમાં બાળાઓ દ્વારા લેવાયેલ આ પૂજન રાસે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું, અને આ રાસ જોવા લોકો ઉમટી પડ્યા હતા, વીરપુરના ટાવરચોક માં આવેલ ૨૨૫ જૂની આ નવદુર્ગા ગરબી રાજાશાહી વખતથી અવિરતપણે દર વર્ષે નવરાત્રીમાં બાળાઓ દ્વારા પ્રાચીન રાસ ગરબા રમીને ધામધૂમથી અને ભકિતપૂર્ણ રીતે જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવે છે પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીને લઈને ગરબીનું આયોજન બંધ હતું પરંતુ આ ચાલુ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી અપાતા વીરપુરની નવદુર્ગા ગરબીની બાળાઓએ તેમજ આયોજકોએ તંત્રનો આભાર માન્યો હતો.(તસ્વીર : અહેવાલ : કિશન મોરબીયા-વીરપુર)

(12:50 pm IST)