Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે 'જલાની જારના ચોકની ગરબી' : આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી

નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતના વાજિંત્રો, માત્ર 'નોબત'ના તાલે, આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા, કેશરી અબોટિયા પહેરી પુરૂષો રાસ ગરબાની રમઝટ બોલાવે છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૨ : જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે 'જલાની જારના ચોકની ગરબી' આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતના વાજિંત્રો, માત્ર 'નોબત' ના તાલે, પુરૂષો મારફત રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા, કેશરી અબોટિયા પહેરી રમાતી આ ગરબી છે.

આ ગરબીમાં 'ઇશ્વર વિવાહ' શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર ૦૩-૩૦ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે. આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પૂરાણા છે. આ ગરબી આજથી ૩ર૯ વર્ષ જુની ગરબી છે. જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી પૂરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે.

આજે આસો સુદ સાતમ, રાત્રિના ૧ર.૩૦ વાગ્યે, આધ્યકવિ દેવીદાસ રચિત શ્નઊડઉજી વિવાહ' રમાશે. સાંભળનાર શ્રોતાજનો તેનો સાર સમજી શકે તે માટે એક પંકિત ચાર વખત ગાવામાં આવે છે. આ શ્નઊડઉજી વિવાહ' જોવો અને ગાવો એ એક સ્મરણીય લ્હાવો છે. (તસવીરૅંકિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)