Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પોરબંદરઃ ખાદી ભંડારોને વળતર આપવામાં રહેતી વિસંગતતા દુર કરવા વડાપ્રધાનને રજુઆત

પોરબંદર, તા., ૧૩: ખાદી ભવનના પ્રમુખ શ્રી અનીલભાઇ કારીયા મંત્રી મુકેશભાઇ દતાએ વડાપ્રધાનને રજુઆતમાં જણાવેલ કે ગુજરાતનું ખાદી ઉદ્યોગ અને ખાદી ભંડારો પૂજય ગાંધીજીની જન્મભુમી અને કર્મભુમીમાં જ મૃતપાય થવાની આરે છે.આ વર્ષે ખાદી ઉપર એક ટકા પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નથી જે ખાદી ભંડારો ખાદીનું ઉત્પાદન કરતા હોય તેવા ખાદી ભંડારોને ર૦ ટકા ફકત એક માસ સુધી જ વળતર આપવાનું નક્કી કરેલ છે જેમાં પણ ઘણી વિસંગતા રહેલ છે.

પોરબંદર જેવા ગુજરાતના બીજા ૧૦૦ જેટલા ખાદી ભંડારો જે માત્ર ખાદીનું છુટક વેચાણ જ કરે છે અને તૈયાર ખાદી લઇ આમ પ્રજાને ખાદીની સેવા પુરી પાડે છે તેવા ખાદી ભંડારો ટુંક સમયમાં જ સંપુર્ણ પણે બંધ થઇ જશે જો સરકારની આવી નીતી રહી તો ગુજરાતના ૧૦૦ જેટલા ખાદી ભંડારોને કરોડો રૂપીયાનું નુકશાન થશે અને આમ જનતા ખાદીથી વિમુખ થતી જશે. ઘણા વર્ષોથી બીજી ઓકટોબરથી ખાદી ઉપર ૩પ ટકા વળતર ૬ માસ સુધી અપાતુ હતુ તે પછી ખાદી ઉપર વળતર ઘટાડીને રપ ટકા માત્ર ૩ માસ માટે કરેલ છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:45 am IST)