Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બેટ દ્વારકામાં આવળ ગરબી મંડળમાં રાસ-ગરબાની રમઝટ

ઓખાઃ ઓખા બેટ ટાપુ પર નવરાત્રિ દરમિયાન એક માત્રમાં આવળ માતાજીના સાનિધ્યમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસગરબાનું આયોજનમાં બાળાઓ તથા યુવતીઓ વિવિધ પ્રકારના રાસ અને ગરબા રમે છે. આવળ ગરબી મંડળ ગ્રુપ જણાવે છે કે ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવા માટે એક વિનમ્રતા પ્રયાસના ભાગરૂપે થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાની રીત બાળાઓ જૂની પ્રાચીન ગરબીમાં રમી માં આવળ માતાજીના નોરતાની ઉજવણી કરે છે. પ્રાચીન ગરબાનું આયોજન ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ત્યારે છેલ્લા ૨ વર્ષથી જનજાત ખતરો સમાન કોરોનાકાળમાંથી મુકિત માટે સમસ્ત ગામજનોમાં આવળને પ્રાર્થના કરવામાં આવે છે. સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે જેને લીધે વર્ષો જૂની ભારતીય પ્રાચીન સંસ્કૃતિની ધરોહર પ્રાચીન ગરબીઓમાં રમઝટ જોવા મળી રહી છે. (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઈ-ઓખા)

(11:44 am IST)