Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ખંભાળીયા : પાન ઇન્ડીયા લિગલ અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

દ્વારકા જિલ્લાના અંદાજીત ૧,૨૩૫ લોકોએ મેગા લીગલ કેમ્પના માધ્યમથી વિવિધ સેવાઓનો લાભ લીધો

દેવભૂમિ દ્વારકા,તા.૧૩: ખંભાળીયા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્ત્।ા મંડળ (નાલ્સા) તથા રાજય કાનૂની સેવા સત્ત્।ા મંડળ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો હતો.
આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવકના દાખલા,જાતિના દાખલા તથા જન સુવિધા કેન્દ્ર દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના વગેરે જેવી નાગરિકો માટે જરૂરી સેવાઓ તથા પ્રમાણપત્રો કાઢી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવા 'મા કાર્ડ' તથા આયુષ્યમાન ભારત કાર્ડની માટે સુવિધા પણ કરવામાં આવી હતી. તેમજ કોરોના વેકિસનેશન તથા આરોગ્ય ચેક અપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
 ઉલ્લેખનીય છે કે, આ કામગીરી દરમ્યાન ૨૫૭ વ્યકિતઓને આવકના દાખલા, ૩૫ વ્યકિતઓને ક્રિમિલિયર સર્ટીફિકેટ, ૫ વ્યકિતઓને ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના અંગેના પ્રમાણપત્ર અને કુલ ૨૫ વ્યકિતઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પ દરમ્યાન કુલ ૮૭ વ્યકિતઓએ કોરોના વેકસીનના ડોઝ લીધા અને ઉપસ્થિતોને નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા નશામુકિત અંગેની જાગૃતિ વિષયક માહિતી પુરી પાડવામાં આવી હતી.  
નોંધનીય છે કે, આ મેગા લીગલ કેમ્પના માધ્યમ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજીત ૧,૨૩૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જ્જશ્રી એમ.એ.કડીવાલા, જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળના ઈન્ચાર્જ સેક્રેટરીશ્રી ડી.જે.પરમાર, ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી પી.એસ.સુચક જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ – જામનગર અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:37 am IST)