Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નવરાત્રીમાં હવનાષ્ટમીની ઉજવણીઃ કાલે છેલ્લુ નોરતુઃ શુક્રવારે દશેરા

કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બાળાઓને પ્રાચીન ગરબીમાં લ્હાણીનું વિતરણ કરાશે

પ્રથમ તસ્વીરમાં તરકોશી હનુમાનજીની ગરબીમાં માતાજીની આરાધના કરતી બાળાઓ તથા બીજી અને ત્રીજી તસ્વીરમાં ગારીયાધાર કોલેજના નવરાત્રી ઉત્સવની ઝલક (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, (ગોંડલ), ચિરાગ ચાવડા (ગારીયાધાર)
રાજકોટ તા. ૧૩ :.. નવલા નોરતા હવે અંતિમ ચરણમાં છે. આજે આઠમા નોરતે હવનાષ્ટમીની ઉજવણી ભાવિકો દ્વારા કરવામાં આવી રહી છે.
કાલે તા. ૧૪ ને ગુરૂવારે નવમુ નોરતુ છે. કાલે છેલ્લા નોરતે પ્રાચીન ગરબીઓમાં બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવશે.
જયારે તા. ૧પ ને શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. લોકો અવનવી મિઠાઇનો આનંદ માણશે. તથા સાંજના સમયે રાવણ દહન કરવામાં આવશે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની જૂની પરમપરા મુજબ (શ્રી મહાલક્ષ્મી માતાજીનાં મંદિરમાં) આસોસુદ નોમને ગુરૂવારે તા. ૧૪-૧૦-ર૧ નાં રોજ મંદિરનાં પટાગણમાં (શ્રી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.) (હવનનું બીડુ) સાંજે પ.૩૦ કલાકે હોમાશે.
આ પ્રસંગે ગોંડલમાં આચાર્યશ્રી મહેશ વી. ઓઝા તેમનાં અનુઆઇઓને જુનાગઢનાં પ્રસિધ્ધ બ્રાહ્મણો સંક્રાદય તથા મંત્રોચાર કરશે અને શ્રી મહાલક્ષ્મી માતાજીની સ્તીઓ બોલશે તો આ ધાર્મિક પ્રસંગમાં સર્વ-ધર્મ - પ્રેમી જનતાને હવનનાં દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
ગારીયાધાર
(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધારઃ સરકારી વિજ્ઞાન કોલેજ - ગારિયાધાર ખાતે કાર્યરત સપ્તધારામાની સર્જનાત્મક ધારા તેમજ નૃત્યધારા ના સંયુકત ઉપક્રમે આજ રોજ તા ૧૨/૧૦/૨૧ને મંગળવારના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંદાજિત ૧૨૦ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઉત્સાહપૂર્વક જુમ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો પરંપરાગત પોશાકમાં આવેલ. કાર્યક્રમ ની શરૂઆત ઇન્ચાર્જ આચાર્ય શ્રી એન બી ખાચર ના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર માતાજીની આરતી ની થાળી તૈયાર કરી, માતાજીની આરતી કરેલ. ત્યારબાદ વિવિધ પ્રકારના સ્ટેપ્સ થી વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝુમી, બધાને મોહિત કરેલ. બેસ્ટ ફિમેલ ટ્રેડિશનલ ડ્રેસનું ઇનામ જોશી અંજલિ તેમજ બેસ્ટ મેઈલ રબારી રાજાભાઈને મળેલ. તેમજ બેસ્ટ ફિમેલ ગરબા પ્લેયર જોશી અંજલિ અને બેસ્ટ મેઈલ સિંધવ અલ્પેશને મળેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સર્જનાત્મક ધારાના ચેરમેન ડો.ભાવેશ.ડી.પરમાર તેમજ નૃત્યધારા ચેરમેન શ્રીમતી રેણુ યાદવ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે હાજર રહી જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે ડો ભાવેશ પરમારે સર્વેનો હાર્દિક આભાર પ્રગટ કરેલ.

 

(11:37 am IST)