Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મોટાલીલીયાની સહકારી મંડળીના ચેકરિર્ટનના કેસમાં બાકીદારોને સજા ફટકારતી અદાલત

અમરેલી તા.૧૩ : તાજેતરમાં લીલીયાના પ્રિન્સી. જયુ. મેજી. ફર્સ્ટ કલાસની કોર્ટમાં ગ્રામ્યલક્ષી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. મોટા લીલીયાના રીકવરી ઓફિસર અમીતભાઇ વસંતરાય જોષીની ફરિયાદો અનુક્રમેના કામે હર્ષદભાઇ મોહનભાઇ સોલંકીને ૩ માસની જેલની સજા અને ચેકની લહેણી રકમ રૂ.૧,પ૦,૦૦૦ના વળતર ચુકવવાનો હકુમ કરેલ છે.

આ કામે ભરતભાઇ જીવનભાઇ વંડ્રાને ૩ માસની જેલની સજા અને ચેકની લહેણી રકમ રૂ.પ૦,૦૦૦ના વળતર ચુકવવાનો હુકમ કરેલ છે. તેમજ ફો.કે.નં.ર૪/૧૯ના કામે હસમુખભાઇ દિનેશભાઇ ચૌહાણને ૩ માસની જેલની સજા અને ચેકની લહેણી રકમ રૂ.ર,૬૮,૮૮૦ના વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.આમ લીલીયા કોર્ટે મંડળીના બાકીદારો સામે મંડળીના લીગલ એડવાઇઝર શ્રી એ.સી. વરીયાની રજુઆતોને ધ્યાને લઇ થયેલા હુકમો જાણી મંડળીના અન્ય સભાસદોમાં ફફડાટ ફેલાયેલ છે. અને મંડળીનું લહેણુ ભરવા મુદત વીતી બાકીદારો મંડળીની કચેરીમાં રકમ ભરવા માટે દોડતા થયેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંડળીના ચેરમેન હિતેશભાઇ કારીયા તથા એમ.ડી. શ્રી દિનેશચંદ્ર ભટ્ટદાદા મંડળીના બાકીદારો સામે વસુલાત માટે સીધુ જ માર્ગદર્શન આપી રહયા છે.

(10:47 am IST)