Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાણાવાવ-કુતિયાણાનાં પૂર્વ ધારાસભ્‍ય અને પોરબંદર આશાપુરા ગરબી મંડળના પ્રણેતા સ્‍વ.ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાનો જન્‍મદિન

ગરબી મંડળની બાળાઓ દ્વારા કેક કાપીને ઉજવણી કરાશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૩: રાણાવાવ-કુતિયાણાના પુર્વ ધારાસભ્‍ય અને પોરબંદરની પ્રખ્‍યાત આશાપુરા ગરબી મંડળના પ્રણેતા સ્‍વ.ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાનો આજે જન્‍મ દિવસ હોય રાત્રે આશાપુરા ગરબી મંડળમાં ગરબી મંડળની બાળાઓ કેક કાપી ઉજવણી કરશે.
સ્‍વ.ભુરાભાઇ જાડેજા દ્વારા પછાત વિસ્‍તારની બાળાઓ પણ માતાજીની આરાધના સાથે ગરબે રમી શકે તે માટે સ્‍વ.ભુરાભાઇ અને શ્રીમતી હિરલબા જાડેજા દ્વારા ૨૦૦૯માં આશાપુરા ગરબીનો પ્રારંભ કર્યો હતો. તેમ જ સ્‍વ.ભુરાભાઇ દ્વારા અનેક સેવા યજ્ઞો ચાલુ કરવામાં આવ્‍યા હતાં જે આજે પણ તેઓના નામે ચાલતા સ્‍વ. ભુરા મુંજા ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ શ્રીમતિ હિરલબા ભુરાભાઇ જાડેજા અને કરણભાઇ સરમણભાઇ જાડેજા દ્વારા ચલાવવામાં આવે છે.
આશાપુરા ગરબી મંડળના સ્‍થાપક એવા સ્‍વ.ભુરાભાઇ જાડેજાનો જોગાનુજોગ આજે નવરાત્રીમાં જન્‍મ-દિવસ આવતો હોય ગરબી મંડળની બાળાઓ દ્વારા જ રાત્રે દસ વાગ્‍યે કેક કાપી ઉજવણી કરવામાં આવશે.
આ ગરબી મંડળમાં માતાજીની આરાધના કરવા પધારવા શ્રીમતિ હિરલબા જાડેજા અને કરણભાઇ સરમણભાઇ જાડેજાએ યાદીમાં જણાવ્‍યુ છે.

 

(10:42 am IST)