Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

લખતરના વિઠ્ઠલગઢ ગામે ગરબામાં છરી વડે હુમલો કરીને પ્રેમ સંબંધમાં પાગલ યુવકે યુવતીના ભાઇનું ઢીમ ઢાળી દીધું

વઢવાણ,તા. ૧૩: લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે નવરાત્રીના જય અંબે ગરબામાં સામન્ય બોલા ચાલી થઈને તેમાંથી ઝગડાનું રૂપ ધારણ કર્યું ને બને એકજ સમાજના હોવાનું સામે આવ્યું હતું ને મૂર્તક વિજય લોરીયા જમોડ સમાજના યુવાન દ્વારા છરી થી હુમલો કરતા વિજય નામના ૨૨ વર્ષય યુવાનનું વિરમગામ હિસ્પિટલ પહોંચતા પેહલાં મોત નીપજયું હતું. ૨૨ વર્ષના વિજયભાઈ લોરીયાને છાતીના ડાબા ભાગે છરી વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત નિપજયું હતું, મૃતદેહને વિરમગામ ની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. વિઠ્ઠલગઢમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. આ હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ ખુલે તેવું લાગી રહીયું છે. પ્રેમ પ્રકરણ માં મર્ડર થયું હોય તેવું જાણવામાંમાં આવી રહ્યું છે. અગાઉ પણ ૩ વાર પ્રેમ પ્રકરણ બાબતે ઝગડા થયાની પોલિસ સ્ટેશન ફરિયાદ કરી હોય તેવું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા લખતર પોલિસ ઘટના સ્થળે પોહચીને સમગ્ર સ્થિતિને સાંભળી વધુ તપાસ હાથ ધરી છે.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રી દરમિયાન ગામના એક શખ્સ દ્વારા એક તરફી પ્રેમમા ગામના જ યુવાનની છરીના દ્યા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે ગામમાં તંગદીલી જેવો માહોલ સર્જાતા પોલીસે આરોપીનું પગેરૂ મેળવવા તપાસ આદરી છે.

મળતી વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે રહેતા વિષ્ણુભાઈ જમોડ નામનો શખ્સ ગામના જ વિજય લોરીયા નામના યુવાનનીઙ્ગ બહેનને એકતરફી પ્રેમ કરતો હતો અને અવારનવાર તેને હેરાન કરતો હતો આ બાબતે ગઈકાલે રાત્રે વિઠ્ઠલગઢમાં જય અંબે ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીમાં વિજય અને વિષ્ણુ ભેગા થતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા વિષ્ણુએ ચાલુ ગરબામાં જ છરીથી વિજયભાઈ પર હુમલો કરીને છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. આ બનાવમાં ગંભીર હાલતમાં વિજયભાઈને વિરમગામ હોસ્પિટલે લઈ જવાતા હતા ત્યારે રસ્તામાંજ ૨૨ વર્ષના વિજયભાઈનું મોત નિપજયું હતું.આ બનાવમાં હત્યાનોઙ્ગ ગુનો નોંધાયો હતો.

(10:21 am IST)