Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભુજમાં હિન્‍દુ-મુસ્‍લિમ બાલિકાઓ સાથે મળી રાસ રમે છે કોમી એકતા અને ભાઇચારાનું અનોખું ઉદાહરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ :.. ભુજ શહેર હંગામી આવાસ રિલોકેશન સાઇટ-૪ સરદારનગર મધ્‍યે શ્રી આશાપુરા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા નવલી નવરાત્રીની આરાધનાઓ સાથે ભવ્‍ય ઉજવણી થઇ રહેલ છે. મહિલાઓ અને બાલીકાનાં રાસ-ગરબાઓએ અહીં ભારે આકર્ષણ જમાવ્‍યું છે. હિન્‍દુ-મુસ્‍લિમ બાલિકાઓ વિવિધ ડ્રેસોમાં સાથે મળી અહીં માતાજીનાં રાસ રમે છે.
પ્રમુખ પ્રવિણભાઇ સરદાર, કરશનભાઇ ભાનુશાલી, ભરતભાઇ ગોસ્‍વામી, હેમુભા જાડેજા, નંદલાલ જોગી, ધીરજ સુથાર, દિપક બ્રહ્મક્ષત્રીય, વિશાલ જોષી, વિજયાબા જાડેજા, શારદાબેન ભાનુશાલી, હર્ષિદાબેન જોગી તથા સર્વે રહેવાસીઓનાં માર્ગદર્શનથી બાલિકાઓ ગરબે ઘુમી રહી છે.
માનવજયોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રેખાબેન શર્માએ જગદંબાની આરતીનો લાભ લીધો હતો. નવરાત્રી મંડળ દ્વારા સર્વે સેવાભાવીઓનું સન્‍માન કરવામાં આવેલ. બાલિકાઓને આગેવાનોનાં વરદ હસ્‍તે પ્રોત્‍સાહન ઇનામો અપાયા હતાં. (પ-૬)

 

(10:15 am IST)