Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ઉનામાં નવરાત્રી સમયે ધુમ સ્‍ટાઇલથી બાઇક ચલાવતા ૧રથી વધુ દંડાયા

ઉના તા. ૧૩ : પોલીસે ૧ર થી વધુ વાહન ચાલકોને નવરાત્રીમાં ધુમસ્‍ટાઇલ મોટર સાયકલ ચલાવતા રોમીયાગીરી કરતાનાં બાઇક ટીડેન કરી પાઠ ભણાવ્‍યા હતાં.
જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર વિજયસિંહ ચૌધરી, પીએસઆઇ ચુડાસમા ત્‍થા ટ્રાફીક પોલીસ દ્વારા રાત્રીનાં પેટ્રોલીંગ સઘન બનાવી બહેન - દિકરીઓ નિર્ભયતાથી માતાજીના ગરબા લઇ શકે તે માટે નવરાત્રીના દિવસો દરમ્‍યાન સીન નાખી રોમીયો ગીરી કરતાં ધુમ સ્‍ટાઇલ પુરઝડપે વાહનો બાઇક મોટર સાયકલ ચલાવતા ૧ર થી વધુ યુવાનો રોકાવી વાહનો ડીટેન કરી કાયદાની સમજણ આપી હતી. અને આવી પ્રવૃતિ કરતા સીન નાખતા યુવાનોમાં ફફડાટ ફેલાયો છે. આ ઝૂંબેશ હજુ ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીએ જણાવેલ છે.

 

(1:19 pm IST)