Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ઉનાની રાતડ સીમ તથા મછૂન્‍દ્રી નદી કાંઠે ૩૪ લાખની ખનીજ ચોરીઃ ૩ સામે ગુન્‍હો

ઉના તા. ૧૩ :.. તાલુકાનાં રાતડ ગામની સીમમાં તથા મછુન્‍દ્રી નદી કાંઠે તપોવન આશ્રમ રોડ કાંઠે ગેરકાયદેસર ચાલતી પથ્‍થરની ખાણ ઉપર દરોડો પાડી ૩ લોકો સામે ૩૪ લાખ રર હજાર ૧૩૮ રૂપિયાની ખનીજ ચોરી કર્યાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
રાતડ ગામની સીમમાં સર્વે નંબર ૪ ની ખાનગી માલીકીની જમીન ઉપર કોઇપણ પ્રકારની લીઝ મંજૂર કરાવ્‍યા વગર ગેરકાયદેસર બિલ્‍ડીંગ લાઇન સ્‍ટોનનું ખોદકામ કરતાં ધીરૂભાઇ ભાણાભાઇ રે. ખજુદ્રા ત્‍થા  વાજસુરભાઇ પુંજાભાઇ રે. સંજવાપુર વાળા ૪ ચકરડી મુકી ઓઇલ એન્‍જીન મુકી ખન્ન કરી કુલ ર૪૧૭ મેટ્રીકટન બિલ્‍ડીંગ લાઇન સ્‍ટોન કાઢી વેચી નાખી. ત્‍થા ૪ ચકરડી, ઓઇલ એન્‍જીન કબજે કરી રૂા. ૧૩ લાખ ૪૩,૧૬૮ રૂપિયાની ખનીજ ચોરી કર્યાની માઇન્‍સ સુપર વાયઝર ભુસ્‍તર શાષાી ઉના તાલુકાના અધિકારી ધનસુખરાય કે. વાઘાણીએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં ઉના તાલુકાનાં ચાંચકવડ જતા રોડ ઉપર તપોવન આશ્રમ રોડ પાસે કોડીનાર તાલુકાનાં જયેશભાઇ બારડ તથા અન્‍ય શખ્‍સો ગેરકાયદેસર જમીનમાંથી બિલ્‍ડીંગ લાઇમ સ્‍ટોનનું લીઝ મંજૂર કરાવ્‍યા વગર ખનન કરતા હોય ૪૧રપ મેટ્રીકટન બિલ્‍ડીંગ લાઇન સ્‍ટોન વેચી નાખી રૂા. ર૦ લાખ ૧૯ હજારની ખનીજ ચોરી કર્યાની ઉના પોલીસમાં ગીર સોમનાથ જીલ્લા ખાણ- ખનીજ વિભાગનાં ભુસ્‍તર શાષાી, વિપુલભાઇ પ્રહલાદભાઇ એ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ખનીજ ચોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

 

(10:13 am IST)