Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભુજ પાલિકાએ ગ્રીલ નાખવામાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ

મહિલા કાઉન્સિલરે ફોજદારી ફરિયાદ માટે આપી અરજી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૩ : ભુજ નગરપાલિકા લોકોની સુવિધા અને સુખાકારીના મામલે તદ્દન નિષ્ફળ ગઈ છે. તેની વચ્ચે પાલિકાના વર્તમાન ભાજપી શાસકો સામે લોકોમાં રોષ છે, તો વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો ભાજપને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મુદ્દે ઘેરી રહ્યા છે. કોંગ્રેસના મહિલા કાઉન્સિલર મરીયમબેન હાસમ સમાએ ગ્રીલના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આધાર પુરાવા સાથે સ્પષ્ટ આક્ષેપ કરીને આ બાબતે કરાયેલ ચુકવણાં બાબતે ભુજ એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોધવા બાબતે રુબરુ રજુઆત કરી છે.

 

વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના અન્ય આગેવાનોની રૂબરૂ કરાયેલ લેખિત ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, સ્થાનિક હિસાબ ભંડોળ કચેરીએ જાહેર રોડ પર નાખવામાં આવેલ ગ્રીલ બાબતે ઓડિટમાં પુર્તતા માંગી ખુલાસો પુછ્યો છે. ગ્રીલ હોસ્પીટલ રોડ પર નાખવામાં આવી હોવાનું જણાવી ૬ લાખ રુપિયાનું બિલ મંજુર કરી ચુકવણું કરી દેવાયું છે. પણ, પછી ગ્રીલ જયુબિલી ગ્રાઉન્ડ ઉપર જતાં અન્ય રસ્તા ઉપર લગાડી તે બાબતે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.

(11:34 am IST)