Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું: ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ

જૂનાગઢઃ રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ જતાં જતાં મેઘરાજા ધરતીપુત્રોની મુસીબત વધારી રહ્યા છે. આસો મહિનો અડધો પૂરો થઈ જવા આવ્યો હોવા છતાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન આજે સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક ધોધમાર ઝાપટું પડી જતાં રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અમરેલીના ખાંભા ગીરના નાનુડી, ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અતિ વરસાદ પડવાથી મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. દિવાળીના તહેવારો પર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

(11:56 pm IST)
  • રાજકોટના ભોંમેશ્વર વિસ્તારમાંથી આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ : ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીને શોધવા નાકાબંધી કરી ; અપહરણની ઘટના સીસીટીવમાં કેદ : access_time 11:27 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ , 1 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરને અપાયેલ વિશેષ દરજ્જાને રદ કરવાને પગલે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા અપાઈ રહેલ ગંભીર ધમકીઓ વચ્ચે,વિવિધ રાજ્યોની આતંકવાદ વિરોધી ટીમો ( એટીએસ ) ના ઉચ્ચ અધિકારીઓને સંબોધન કરશે access_time 10:57 pm IST

  • શી જિનપિંગે નેપાળમાં કહ્યું છે કે ચીનના ભાગલા કરવાની જે કોશિશ કરશે તેનો ખાત્મો બોલી જશે access_time 11:16 pm IST