Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભુજમાં સાત વર્ષની માસુમ બાલા સાથે યુપીના શખ્શે શારીરિક અડપલાં કરતા લોકોમાં આક્રોશ

બાળાનો ભાઈ આવી જતા આરોપી જફર ઉર્ફે ટીકટીક બંંજારા ભાગી ગયો

ભુજ : શહેરમાં સાત વર્ષની બાળા સાથે યુપીના મેરઠના શખ્સે શારીરિક અડપલા કરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે આ અંગે આરોપી સામે પોકસોની કલમો તળે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા પરિવારના ઘરે  સાત વર્ષની બાળા અને તેનો ભાઈ ઘરે એકલા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના મેરઠના નિવાસી એવા  આરોપી જફર ઉર્ફે ટીકટીક બંંજારાએ માસુમ બાળા પર દાનત બગાડી તેને માર મારી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, ત્યાં તેનો ભાઈ આવી જતા આરોપી ભાગી ગયો હતો

   ભોગ બનનાર માસુમ બાળાને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બનાવ અંગે આરોપી વિરૂદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે. તપાસનીશ અધિકારી પીઆઈ એમએન ચૌહાણે જણાવ્યુ કે, આરોપી અહીં સ્થાનિકે ફેરિયા તરીકે વાસણ વેચવાનું કામ કરે છે. આરોપીને પકડી પાડવા માટે તપાસ ચાલુમાૃં હોવાનુ જણાવ્યુંં હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીપ્રધાન કચ્છ જિલલો ભુકંપ બાદ ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખ ધરાવી રહ્યો છે અને તેવામાં અહી ગુન્હાઓ પણ અવારનવાર બની રહયા છે, બહારના રાજયના પણ તત્વો અહી આસરો પામી જતા હોવાની ઘટનાો પણ બનતી હોવાથી આર્ગેનાઈજડ ક્રાઈમ પણ સતત અહી વધી રહ્યા છે. આવામાં પોલીસની કામગીરી ફરીથી કડકાઈથી શરૂ કરવામા આવે તે સમયની માંગ બની રહી છે. કામગીરી જો તેજ બનાવવામા આવશે તો બહારના રાજયોના કઈક કુખ્યાત તડીપાર તત્વો આપોઆપ કચ્છમાં આસરો પામતા અટકી જાય અને અહી આવી અસમાજીક પ્રવૃતીઓ પણ આપોઆપ અટકી જાય છે.-

(7:58 pm IST)