Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

જામનગરમાં ડેન્‍ગ્‍યુ રોગે ૧૧ના જીવ લીધા : દરરોજ કેસમાં વધારો સરકારે મંત્રી જાડેજાને તાકીદ કરતા જાડેજાએ જી.જી. હોસ્‍પિટલની મુલાકાત લઇ પરીસ્‍થિતિનો તાગ મેળવ્‍યો : ડેન્‍ગ્‍યુને કાબુમાં લેવા તમામ પગલા ભરવા સરકારે પ૦ લાખી ગ્રાન્‍ટ ફાળવી

જામનગર :જામનગર (Jamnagar) માં ડેન્ગ્યુ (Dengue) ના ડંખે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચાલુ સિઝનમાં અગિયાર જેટલા લોકોના ડેન્ગ્યુથી મોત થયા છે અને દરરોજ 50થી વધુ પોઝીટિવ કેસ નોંધાઇ રહ્યા છે. એવા સમયે ભલે રહી રહીને પણ રાજ્ય સરકાર સફાળી જાગી છે. ગઈકાલે રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની ડેન્ગ્યૂના દર્દીઓથી ઉભરાતી સરકારી જી.જી.હોસ્પિટલ (GG Hospital) ની મુલાકાત લઈ 50 લાખની સહાયની જાહેરાત કરી છે.

જામનગર શહેર અને જિલ્લો હાલ ડેન્ગ્યુ રોગચાળાનું ઘર બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં પણ આ વર્ષે થયેલ પુષ્કળ વરસાદના કારણે જામનગરમાં ડેન્ગ્યુ રોગના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની પરિસ્થિતિ પૂર્વવત કરવા, ડેન્ગ્યુના રોગચાળાને નાથવા માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અગાઉ જી.જી.હોસ્પિટલના ડોકટર્સ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી. જે અંતર્ગત વધુ સ્ટાફની જરૂરિયાત અને અન્ય નાણાંકીય બાબતોની માંગ પણ હતી. ત્યારે રાજ્યના મંત્રીએ તબીબો અને ભાજપના પદાધિકારીઓ સાથે 700 બેડવાળી નવી જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી.

(1:57 pm IST)